નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજારને પાર પહોંચી ગઇ છે. આ બધાની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે, દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોમાં 30 ટકા કેસો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. તબલીગી જમાતની બેદરકારીના કારણે દેશમાં કોરોનાના વકર્યો છે.


યુપી અને દિલ્હીમાં તબલીગી જમાતના દર્દીઓએ હૉસ્પીટલમાં ઉત્પાત મચાવ્યો હતો, મેડિકલ સ્ટાફની સાથે ગેરવર્તણૂંક કરી હતી. આ મામલે તબલીગી દર્દી સામે કેસ પણ નોંધવામાં આવ્યા હતા.



આંકડામાં સમજો તબલીગી જમાતનો ઉત્પાત....
દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોનો આંકડો 14 હજારને પાર પહોંચી ગયો છે, જેમાં 30 ટકા કેસો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. એટલે કે 14 હજારમાંથી 4291 દર્દીઓ તબલીગી જમાતના છે.

તબલીગી જમાત ક્યાં કેટલા દર્દીઓ છે.....
- તામિલનાડુમાં 84% કેસો
- તેલંગાણામાં 79% કેસો
- દિલ્હીમાં 63% કેસો
- આંધ્રપ્રદેશમાં 61% કેસો
- યુપીમાં 59% કેસો
- આસામમાં 91% કેસો
- અંડમાન નિકોબારમાં 83% કેસો જમાત સાથે જોડાયેલા છે

દેશમાં કોરોનાના સંક્રમણનો ખુલાસો ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે, જેમાં તબલીગી જમાતના લોકોનો મોટો હાથ હોવાનો ખુલાસો થયો છે.