નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલીગી જમાતના મરકજમાં રહેલા કેટલાક લોકોને કોરોનાના લક્ષણ દેખાતા હડકંપ મચી ગયો હતો.
બાદમાં યુપીમાં પણ આવા લોકોની ઓળખ કરીને કેટલાક લોકોને આઇસૉલેશન વૉર્ડમાં લઇ જવામાં આવ્યા છે, તો કેટલાકને ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે.
આ બધાની વચ્ચે તબલીગી જમાતના દર્દીઓની કેટલીક બિભત્સ હરકતો સામે આવી છે. યુપીના ગાઝિયાબાદની એક હૉસ્પીટલમાં તબલીગી જમાતના કેટલાક દર્દીઓને આઇસૉલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા, પણ તેમની હરકતોના આધારે તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાઝિયાબાદના જિલ્લા સરકારી હૉસ્પીટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક (સીએમએસ)એ માહિતી આપી હતી કે, હૉસ્પીટલના આઇસૉલેસન વૉર્ડમાં તબલીગી જમાતના કેટલાક દર્દીઓ પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફ, નર્સોની સામે ફરી રહ્યાં છે. અડધા કપડાં પહેરીને ફરતા આ તબલીગી જમાતના દર્દીઓની હરકતો પણ બિભત્સ જણાઇ છે.
આ ઉપરાંત પત્રમાં એવુ પણ કહેવાયુ છે કે જમાતના દર્દીઓ સ્ટાફ નર્સની સામે અશ્લીલ હરકતો, ગંદા ગીતો અને વારંવાર ગંદા ઇશારા કરતા હતા.
આ અશ્લીલ હરકતો મામલે પોલીસે 288/20 આઇપીસીની કલમ 354, 294, 509, 269, 270 અને 271 અંતર્ગત ફરિયાદ નોંધી છે.
આઇસૉલેશન વૉર્ડમાં પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફની સામે ફરી રહ્યાં છે તબલીગી જમાતના દર્દીઓ, ફરિયાદ દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2020 02:56 PM (IST)
આ ઉપરાંત પત્રમાં એવુ પણ કહેવાયુ છે કે જમાતના દર્દીઓ સ્ટાફ નર્સની સામે અશ્લીલ હરકતો, ગંદા ગીતો અને વારંવાર ગંદા ઇશારા કરતા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -