ચેન્નઈઃ મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ફરીથી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઇ રાજ્યોએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન તમિલનાડુએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ટ્રાવેલ ગાઇડલાઇન્સ બહાર પાડી છે.


તમિલનાડુના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા થોડા દિવસોથી તમિલનાડુમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે  રાજ્યમાં આવતાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઈ-પાસ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.  જેનો હેતુ રાજ્યમાં આવતા પ્રવાસીઓના તેમના રોકાણ દરમિયાન કોવિડ -19નો ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમના સંપર્કમાં આવેલા લોકોને સરળતાથી ટ્રેસ કરવાનો છે.

રવિવારે તમિલનાડુમાં કોરોનાના નવા 567 કેસ નોંધાયા હતા અને રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8.55 લાખ પર પહોંચી છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3997 છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,38,606 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12,518 થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં સતત ત્રીજા દિવસે 18 હજારથી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 18,599 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા. જ્યારે 14,278 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી અને 97 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોનાના કુલ કેસ 1,12,29,398 થયા છે. જ્યારે 1,08,82,798 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 1,88,747 છે. જ્યારે મૃત્યુઆંક 1,57,853 પર પહોંચ્યો છે.

Surat: કોરોના વકર્યો, ખાનગી ડોક્ટર પણ થયા સંક્રમિત, જાણો એક  દિવસમાં કેટલા કેસ નોંધાયા

Rafale બનાવતી કંપનીના માલિક ઓલિવિયર દસૉનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, જાણો વિગત