Tamil Nadu election results 2026: તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામા આવી રહ્યા છે. તમિલનાડુમાં શરૂઆતના વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. તમિલનાડુમાં DMK 46+ , AIADMK+ 30 , અન્ય (TVK) 63 બેઠક પર આગળ છે. આસામમાં ભાજપ 68, કોંગ્રેસ 12 બેઠક પર આગળ, પ.બંગાળમાં ભાજપ 132, TMC 118 બેઠકો પર આગળ, પુડ્ડુચેરીમાં ભાજપ +  22, કોંગ્રેસ માત્ર 6 બેઠક પર આગળ, કેરળમાં યુડીએફને બહુમત તરફ આગળ વધી રહી છે. 

તમિલનાડુમાં અભિનેતા વિજયની આંધી જોવા મળી રહી છે. તમિલનાડુમાં વિજયની TVKને સતત લીડ મળી રહી છે. તમિલનાડુમાં DMK પાસેથી TVK સત્તા છીનવી શકે છે. પ્રથમ વખત ચૂંટણી લડતી વિજયની પાર્ટી સૌથી આગળ છે. તમિલનાડુમાં વિજયની TVK 63 બેઠક પર આગળ છે જ્યારે DMK+ 46, AIADMK+ 30 બેઠક પર આગળ છે. કોથાપુરથી મુખ્યમંત્રી સ્ટાલિન પણ પાછળ છે. સ્ટાલિનનો પુત્ર ઉદયનિધિ પાછળ છે. 

બંગાળના ટ્રેન્ડ્સમાં ભાજપ આગળ

પશ્ચિમ બંગાળના શરૂઆતના વલણમાં ભાજપે ટીએમસીને પાછળ છોડી દીધું છે. ભાજપ 30 બેઠકો પર આગળ છે, જ્યારે ટીએમસી 27 બેઠકો પર આગળ છે. પ.બંગાળમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપને લીડ મળી રહી છે. પ.બંગાળમાં ભાજપ 133, TMC 118, અન્ય 3 બેઠક પર આગળ છે. ભાજપના શુભેન્દુ અધિકારી નંદીગ્રામથી સતત આગળ છે. ઉત્તર બંગાળમાં ભાજપને જોરદાર સફળતા મળતી જોવા મળી રહી છે. શરૂઆતી વલણમાં મમતા બેનર્જી ભવાનીપુર બેઠકથી પાછળ છે. શરૂઆતી વલણમાં ભાજપના તમામ દિગ્ગજો આગળ છે. કેરળમાં લેફ્ટનો ગઢ ધરાશાયી થવાના સંકેત જોવા મળી રહ્યા છે. 

કેરળમાં શરૂઆતના વલણમાં કોંગ્રેસ ગઠબંધન મજબૂત થઈ રહ્યું હોય તેવું લાગે છે. યુડીએફ 32 બેઠકો પર, એલડીએફ 27 બેઠકો પર અને એનડીએ એક બેઠક પર આગળ છે.