તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) એ સરકાર બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીનો સંપર્ક કર્યો છે.
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
240 બેઠકો વાળી વિધાનસભામાં 108 બેઠકો જીતનાર વિજયની પાર્ટીને સરકાર બનાવવા કોંગ્રેસના 5 ધારાસભ્યોના સમર્થનની જરૂર, કોંગ્રેસે અંતિમ નિર્ણય માટે રાત્રે 10:30 વાગ્યે બોલાવી ઈમરજન્સી મીટિંગ.

- વિજયની TVK પાર્ટીએ સરકાર બનાવવા કોંગ્રેસનો સંપર્ક કર્યો.
- TVK એ 108 બેઠકો જીતી, સરકાર માટે વધુ સમર્થન જરૂરી.
- કોંગ્રેસે ધર્મનિરપેક્ષ સરકાર માટે ટેકો આપવાની સંમતિ દર્શાવી.
- તમિલનાડુ કોંગ્રેસ અંતિમ નિર્ણય માટે બેઠક યોજશે.
Tamil Nadu government formation: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે સરકાર બનાવવા માટેની રાજકીય હિલચાલ એકદમ તેજ થઈ ગઈ છે. સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) એ બહુમતીનો આંકડો પાર કરવા માટે કોંગ્રેસ પાર્ટીનો સંપર્ક સાધ્યો છે. વિજયે સરકાર બનાવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે સમર્થન માંગ્યું છે અને હવે કોંગ્રેસ પણ આ નવી સરકારમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, તમિલનાડુની કુલ 240 સભ્યોની વિધાનસભામાં થલાપતિ વિજયની પાર્ટી TVK એ શાનદાર પ્રદર્શન કરતા 108 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 5 બેઠકો આવી છે. સરકાર બનાવવા માટે હજુ વધુ બેઠકોની જરૂર હોવાથી સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજયે સીધો જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને સમર્થન આપવા માટે અપીલ કરી છે.
આ મામલે કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, "TVK ના વડા વિજયે તમિલનાડુમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસનો ટેકો માંગ્યો છે. કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે તમિલનાડુની જનતાએ એક ધર્મનિરપેક્ષ સરકાર માટે પોતાનો જનાદેશ આપ્યો છે, જે બંધારણનું સંપૂર્ણ રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ હોય. અમે એ વાત પર મક્કમ છીએ કે ભાજપ કે તેના કોઈપણ પ્રતિનિધિઓએ તમિલનાડુમાં કોઈપણ રીતે સરકાર ન ચલાવવી જોઈએ." આ નિવેદન પરથી સાફ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસનું વલણ વિજયને ટેકો આપવા તરફી છે.
જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડે આખરી નિર્ણય લેવાની સત્તા તમિલનાડુ પ્રદેશ કોંગ્રેસ (TNCC) પર છોડી દીધી છે. આ અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ સહિતના વરિષ્ઠ નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણી પરિણામોમાં રાજ્યની લાગણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પ્રદેશ કોંગ્રેસને જણાવાયું હતું. હવે વિજયની પાર્ટીને ટેકો આપવો કે નહીં તેનો અંતિમ નિર્ણય કરવા માટે તમિલનાડુ રાજ્ય કોંગ્રેસે રાત્રે 10:30 વાગ્યે એક કટોકટી (ઈમરજન્સી) બેઠક બોલાવી છે, જેના પરિણામ પર સૌની નજર ટકેલી છે.
મમતા બેનર્જીનો રાજીનામાનો ઇનકાર: જાણો અગાઉ કયા મુખ્યમંત્રીઓએ ખુરશી છોડવાની ના પાડી હતી?
Frequently Asked Questions
તમિલનાડુમાં સરકાર બનાવવા માટે કઈ પાર્ટીએ કોંગ્રેસનો સંપર્ક કર્યો છે?
TVK એ વિધાનસભામાં કેટલી બેઠકો જીતી છે?
તમિલનાડુની કુલ 240 સભ્યોની વિધાનસભામાં થલાપતિ વિજયની પાર્ટી TVK એ 108 બેઠકો પર જીત મેળવી છે.
તમિલનાડુમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસનું શું વલણ છે?
કોંગ્રેસનું માનવું છે કે જનતાએ ધર્મનિરપેક્ષ સરકાર માટે જનાદેશ આપ્યો છે અને તે ભાજપને સત્તાથી દૂર રાખવા માંગે છે, તેથી તેઓ TVK ને ટેકો આપવા તરફી દેખાઈ રહ્યા છે.
તમિલનાડુ કોંગ્રેસ આખરી નિર્ણય કોના પર છોડ્યો છે?
કોંગ્રેસ હાઈકમાન્ડે આખરી નિર્ણય લેવાની સત્તા તમિલનાડુ પ્રદેશ કોંગ્રેસ (TNCC) પર છોડી દીધી છે, જેમણે આ માટે કટોકટી બેઠક બોલાવી છે.




















