નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાના જામીનને લઈને તમિલનાડૂ સરકારે સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી દાખલ કરી છે. રાજ્ય સરકારે કોર્ટને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવાની માંગ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ મામલાની તપાસ કેંદ્રની એન્જસી કરે તો સજા મેળવનારના જામીન કેંદ્રની મંજૂરી વગર થઈ શકતી નથી.
તમિલનાડૂ સરકાર રાજીવ ગાંધીના 7 હત્યારાઓને જામીન આપવા માંગે છે. કેંદ્રએ તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં આ અપીલ પર કોર્ટ દ્ધારા કેંદ્રની મંજૂરી વગર જામીન ન આપવાનો નિર્ણય આવ્યો હતો.
કોર્ટના નિર્ણય પછી તમિલનાડૂ સરકારે કેંદ્રની મંજૂરી વગર એક ચિઠ્ઠી લખી, પરંતુ કેંદ્રએ જામીન આપવા માટે મનાઈ કરી દીધી હતી. તમિલનાડૂ સરકારની દલીલ છે કે તમામ દોષી 25 વર્ષથી વધુ સમય જેલમાં રહી ચૂક્યા છે.
કેંદ્ર પાસેથી મંજૂરી ન મળવાના કારણે રાજ્ય સરકારની અરજી પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડેલી છે. હવે રાજ્ય સરકારે મહત્વના નિર્ણય પર ફરીથી વિચાર કરવાની માંગ પર અરજી દાખલ કરી દીધી છે.