Tatkal Passport Process: જો તમારે અચાનક વિદેશ યાત્રા પર જવાનું થાય અને તમારી પાસે પાસપોર્ટ ન હોય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારત સરકારની તત્કાલ પાસપોર્ટ યોજના (Tatkal Passport Scheme) અંતર્ગત તમે સામાન્ય પ્રક્રિયા કરતાં ઘણી ઝડપથી પાસપોર્ટ મેળવી શકો છો. જો તમારા તમામ દસ્તાવેજો સાચા હોય, તો અરજી કર્યાના 1 થી 3 કામકાજના દિવસોમાં પાસપોર્ટ જારી કરી દેવામાં આવે છે. તાત્કાલીક પાસપોર્ટ મેળવવા માટેની જરૂરી લાયકાત, દસ્તાવેજો અને સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે:
તત્કાલ પાસપોર્ટ શું છે?
તત્કાલ પાસપોર્ટ અંતર્ગત અરજી કરનાર વ્યક્તિના ફોર્મ અને દસ્તાવેજોને પ્રાથમિકતા (Priority) આપીને ઝડપથી પ્રોસેસ કરવામાં આવે છે. આ સુવિધા એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેમને નોકરી, અભ્યાસ, મેડિકલ ઇમરજન્સી કે અચાનક આવી પડેલા કામ માટે તાત્કાલિક વિદેશ જવું પડે તેમ હોય.
જરૂરી દસ્તાવેજો (Documents)
તત્કાલ પાસપોર્ટ માટે સામાન્ય રીતે નીચે મુજબના મહત્વના આઈડી પ્રોફ અને દસ્તાવેજોની જરૂર પડે છે:
- ઓળખપત્ર (જેમ કે પાન કાર્ડ, વોટર આઈડી, અથવા ડ્રાઇવિંગ લાયસન્સ)
- સરનામાનો પુરાવો (જેમ કે લાઈટ બિલ, બેંક પાસબુક, અથવા અન્ય માન્ય સરકારી ઓળખપત્ર)
- જન્મ તારીખનો પુરાવો (જેમ કે જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ)
- તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા
તત્કાલ પાસપોર્ટની ફી કેટલી હોય છે?
સામાન્ય પાસપોર્ટ કરતાં તત્કાલ પાસપોર્ટમાં થોડી વધારે ફી ચૂકવવી પડે છે:
36 પેજનો નવો પાસપોર્ટ: ₹3500
60 પેજનો નવો પાસપોર્ટ: ₹4000
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (Step-by-Step Process)
- સૌથી પહેલા ભારત સરકારના સત્તાવાર 'પાસપોર્ટ સેવા પોર્ટલ' (Passport Seva Portal) પર જાઓ.
- જો નવું એકાઉન્ટ હોય તો રજીસ્ટ્રેશન કરો, અથવા તમારા આઈડીથી લોગ ઈન કરો.
- ત્યાં આપેલા 'અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ' (Apply for Fresh Passport) ના ઓપ્શન પર ક્લિક કરો.
- ઓનલાઈન ફોર્મમાં તમારી સાચી વિગતો ભરો અને સ્કીમના પ્રકારમાં 'તત્કાલ' (Tatkal) કેટેગરી પસંદ કરો.
- માગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરો.
- ઓનલાઈન પેમેન્ટ મોડ દ્વારા નક્કી કરેલી ફી જમા કરાવો.
- ફી ભર્યા પછી નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) ની એપોઇન્ટમેન્ટ બુક કરો.
- નક્કી કરેલી તારીખ અને સમયે તમારા અસલી (Original) દસ્તાવેજો સાથે કેન્દ્ર પર પહોંચીને બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અને ફોટો) ની પ્રક્રિયા પૂરી કરો.
કેટલા દિવસમાં પાસપોર્ટ હાથમાં આવશે?
જો પાસપોર્ટ ઓફિસમાં તમારા તમામ દસ્તાવેજોની ચકાસણી સાચી ઠરે અને અરજીમાં કોઈ ભૂલ ન હોય, તો સામાન્ય રીતે 1 થી 3 દિવસમાં પાસપોર્ટ પ્રિન્ટ થઈને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જાય છે. તત્કાલના મોટાભાગના કિસ્સાઓમાં પાસપોર્ટ વહેલા ઇશ્યૂ કરી દેવામાં આવે છે અને પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પાસપોર્ટ મળ્યા પછી (Post-Police Verification) ઓટોમેટિક પૂરી કરવામાં આવે છે.
