Teacher Awadh Ojha: અત્યારે સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક શિક્ષક વડાપ્રધાન મોદી પર નિશાન તાકી રહ્યાં છે. આ ટીચરના નિવેદન ખુબ જ ચર્ચામાં છે. એક શિક્ષકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી મોહમ્મદ ઘોરી સાથે કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલી એક વીડિયોમાં ટીચર અવધ ઓઝા કહી રહ્યા છે કે મુગલ વંશની જેમ મોદી વંશ હશે. તે વધુમાં કહે છે કે વડાપ્રધાન મોદીને કોઇ સંતાન નથી એ કોઇ મુદ્દો નથી કારણ કે મોહમ્મદ ઘોરીને પણ કોઇ સંતાન નહોતું. તેઓ આગળ કહી રહ્યા છે કે નવું સંસદ ભવન મોદીનો મહેલ હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 






નોંધનીય છે કે આ પહેલા પણ એક શિક્ષકનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતો વીડિયો સ્પીચ હતી.