Complaint Against Tejashwi Yadav : રાહુલ ગાંધી વિરૂદ્દ સુરતની કોર્ટ દ્વારા માનહાનીના કેસમાં કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો હજી શાંત નથી થયો ત્યાં હવે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને લઈને ફરિયાદ નોંધાઈ છે. તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી 1 મેના રોજ થશે. 


ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ અને ધ્રુત જેવા અભદ્ર શબ્દો કહ્યા છે અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેજસ્વી યાદવ એક જવાબદાર પદ પર છે અને તેમના માટે આવું નિવેદન કરવું અયોગ્ય છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.


તેજસ્વી યાદવે કહ્યું હતું કે, ગુજરાતીઓ ગુંડા છે અને તપાસ એજન્સીઓએ તેમની સાથે કામ કરતી વખતે વધુ સાવચેતી રાખવી જોઈએ. તે સમયે વાત મેહુલ ચોક્સી વિશે કરવામાં આવી રહી હતી, પરંતુ તેજસ્વીએ ગુજરાતીઓને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર પાર્ટી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 


તેજસ્વી યાદવ વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેજસ્વીએ તમામ ગુજરાતીઓ અને સમાજનું અપમાન કર્યું છે અને જાણી જોઈને આવું કર્યું છે. જેના કારણે ગુજરાતની જનતાને માનસિક પીડા થઈ છે. તેજસ્વી સામેની અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને બે વર્ષની સજા કરવામાં આવી છે. તેમણે મોદી અટક પર ટિપ્પણી કરી હતી. 


આ ટિપ્પણી બદલ રાહુલ ગાંધીનું સંસદ પદ રદ્દ કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે તત્કાળ બંગલો ખાલી કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ હવે આ મામલે રાહત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. 


Rahul Gandhi : માનહાની કેસમાં રાહત માટે રાહુલે ખટખટાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર


Rahul Gandhi Defamation Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં તેમની સજા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. 20 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની દોષિત ઠરાવવાની અરજી ફગાવી દીધી હતી.


નોંધપાત્ર છે કે, 23 માર્ચે સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે રાહુલ ગાંધીને ચૂંટણી રેલીમાં કરેલી મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 13 એપ્રિલ, 2019 ના રોજ એક ચૂંટણી રેલીમાં રાહુલે કહ્યું હતું કે, "મોદી જ બધા ચોરો માટે એક માત્ર આદર કેવી રીતે છે?"