વિજયે જનતા માટે 200 યુનિટ મફત વીજળી અને મહિલા સુરક્ષા ટાસ્ક ફોર્સ જેવી મોટી જાહેરાતો કરી હતી.
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
વિજયની જાહેરાતો પર પૂર્વ CM સ્ટાલિનનો વળતો પ્રહાર- "પૈસા છે, પણ વહીવટ આવડવો જોઈએ, જનતાને આપેલા વાયદાઓથી ભાગશો નહીં."

- વિજયે મુખ્યમંત્રી બન્યા બાદ મફત વીજળી અને મહિલા સુરક્ષા જાહેરાત કરી.
- રાજ્ય પર ₹૧૦ લાખ કરોડના દેવાનો ઉલ્લેખ કરતા સ્ટાલિન નારાજ થયા.
- સ્ટાલિને કહ્યું, 'પૈસા છે, ફક્ત વાપરવાની ઈચ્છાશક્તિ જોઈએ'.
- દેવાના આરોપ પર સ્ટાલિને બજેટ અને જનતાને આપેલા વચનો યાદ અપાવ્યા.
Thalapathy Vijay CM: તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેતાની સાથે જ 'થલાપતિ' વિજય અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચે રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. શપથ લીધા બાદ વિજયે જનતા માટે 200 યુનિટ મફત વીજળી અને મહિલા સુરક્ષા ટાસ્ક ફોર્સ જેવી મોટી જાહેરાતો કરી હતી, પરંતુ સાથે જ એમ પણ કહ્યું હતું કે રાજ્ય પર ₹10 લાખ કરોડનું દેવું છે. વિજયના આ નિવેદનથી DMK ચીફ સ્ટાલિન નારાજ થયા છે. તેમણે વિજયને શુભેચ્છા આપવાની સાથે જ કટાક્ષ કરતા કહ્યું કે સત્તામાં આવતા જ 'સરકાર પાસે પૈસા નથી' એવું ગાણું ગાવાનું શરૂ ન કરો, જનતાને આપેલા વચનો પૂરા કરતા શીખો.
વિજયની જાહેરાતોનું સ્વાગત કરતા સ્ટાલિને બરાબરનો ક્લાસ લીધો હતો. તેમણે કહ્યું, "સરકાર પાસે પૈસા નથી એવું કહેવાની ઉતાવળ ન કરો. તિજોરીમાં પૈસા છે, પણ તે જનતા માટે વાપરવાની ઈચ્છાશક્તિ અને વહીવટ કરવાની આવડત હોવી જોઈએ." સ્ટાલિને પોતાની સરકારનો બચાવ કરતા ઉમેર્યું કે, છેલ્લા 5 વર્ષમાં કોરોના મહામારી, પૂર જેવી અસંખ્ય કુદરતી આફતો અને કેન્દ્રની ભાજપ સરકારની ઉપેક્ષા છતાં, અમે લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે.
વિજયના ₹10 લાખ કરોડના દેવાના આરોપ પર પલટવાર કરતા સ્ટાલિને બજેટની યાદ અપાવી હતી. તેમણે કહ્યું, "તમારા પહેલા જ ભાષણમાં તમે પાછલી સરકાર પર ₹10 લાખ કરોડનું દેવું છોડી જવાનો અને તિજોરી ખાલી કરવાનો આરોપ લગાવી દીધો. પરંતુ, હકીકત એ છે કે તમિલનાડુનું દેવું નિર્ધારિત મર્યાદાની અંદર જ છે. અમે ફેબ્રુઆરીના બજેટમાં જ રાજ્યની આર્થિક સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી હતી. શું તમને આ વાતની ખબર નહોતી? કે પછી તમે માત્ર જનતાને ખોટા વચનો જ આપી રહ્યા હતા? જે લોકોએ તમને ફરીથી મત આપ્યો છે તેમને છેતરવાનો કે મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ન કરો."
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராகப் பொறுப்பேற்றுள்ள தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு. @ActorVijay அவர்களுக்கு எனது மனப்பூர்வமான வாழ்த்துகளைத் தெரிவித்துக் கொள்கிறேன்.
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 10, 2026
பதவியேற்றதும் தாங்கள் கையெழுத்திட்டுள்ள அறிவிப்புகளையும் வரவேற்கிறேன்.
எடுத்த எடுப்பிலேயே அரசிடம் பணம் இல்லை…
રાહુલ ગાંધીની હાજરીમાં તમિલનાડુના નવા CM વિજયની મોટી જાહેરાત: ‘મારા હાથમાં જ સત્તા....’
સ્ટાલિને વિજયના ચૂંટણી પ્રચાર વખતના નિવેદનો યાદ અપાવતા મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, "તમે એવું કહીને સત્તામાં આવ્યા છો કે 'હું જનતાને એવા જ વચનો આપીશ જે હું પૂરા કરી શકું.' અત્યારે તો તમે ફક્ત સરકાર ચલાવવાની શરૂઆત જ કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે, અમારી જેમ તમે પણ બહુ જલ્દી જનતાને આપેલા વચનો કેવી રીતે પૂરા કરવા તે શીખી જશો. જે જનતાએ તમને મત આપ્યો છે, તેમની સાથે સાથે મને પણ તમારી પાસે આ જ આશા છે." અંતમાં સ્ટાલિને કટાક્ષ સાથે વિજયને તેમના શાસનમાં તમિલનાડુ વિકાસની સફર ચાલુ રાખે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
શું મમતા બેનર્જીએ આખરે હાર સ્વીકારી? સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કર્યો ફેરફાર, જાણો શું લખ્યું?
Frequently Asked Questions
તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વિજયે કઈ મુખ્ય જાહેરાતો કરી?
વિજયના ₹10 લાખ કરોડના દેવાના નિવેદન પર સ્ટાલિને શું પ્રતિક્રિયા આપી?
સ્ટાલિને કહ્યું કે સરકાર પાસે પૈસા છે, ફક્ત તેને જનતા માટે વાપરવાની ઈચ્છાશક્તિ અને આવડત હોવી જોઈએ.
સ્ટાલિને વિજયના દેવાના આરોપ પર શું સ્પષ્ટ કર્યું?
સ્ટાલિને કહ્યું કે તમિલનાડુનું દેવું નિર્ધારિત મર્યાદામાં જ છે અને ફેબ્રુઆરીના બજેટમાં આર્થિક સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી.
સ્ટાલિને વિજયને શાસનમાં શું કરવાની આશા વ્યક્ત કરી?
સ્ટાલિને આશા વ્યક્ત કરી કે વિજય જનતાને આપેલા વચનો પૂરા કરી શકશે અને તમિલનાડુ વિકાસની સફર ચાલુ રાખશે.





















