કોંગ્રેસ નેતા શશિ થરૂરે ગૃહ મંત્રી શાહના ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા પર સવાલ ઉઠાવતા સવાલ કર્યો છે કે, તેઓ (શાહ) દિલ્હીની મુખ્ય હોસ્પિટલ AIIMS માં દાખલ કેમ ન થયા. થરૂરે ટ્વીટમાં લખ્યું, “આશ્ચર્ય છે કે બીમાર હોવા પર અમારા ગૃહ મંત્રીએ એમ્સ (AIIMS) નહીં પણ પાડોશી રાજ્યની એક ખાનગી હોસ્પિટલની પસંદગી કેમ કરી? જાહેર સંસ્થાઓને લોકોનો આત્મવિશ્વાસ મેળવવા માટે શક્તિશાળી સંસ્થાઓને સંરક્ષણ આપવાની જરૂરત છે.
નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે અનેક રાજનેતા પણ કોરોના વાયરસથી ઝપેટમાં આવી ગયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને મધ્યપ્રેદશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસા કેસોની સંખ્યા 18 લાખના આંકડાને પાર કરી ગઈ છે. તેમાં એક્ટિવ કેસોની સંખઅયા 5.79 લાખની આસપાસ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ હાલમાં કોરોના વાયરસથી સૌતી વધારે પ્રભાવિત છે.