EC PC: ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ 2025) બિહાર SIR અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આરોપોનો જવાબ આપ્યો. ચૂંટણી પંચે કહ્યું કે, અમે મતદારોને સંદેશ આપવા માંગીએ છીએ કે, ભારતના બંધારણ મુજબ, 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર ભારતના દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, અમારે માટે બધા સમકક્ષ છે ન કોઇ પક્ષ કે ન કોઇ વિપક્ષ તેમણે રાહલુ ગાંધી દ્વારા લગાવાયેલા દરેક આરોપને નકાર્યા હતા

Continues below advertisement

ચૂંટણી પંચે કહ્યું કે, કાયદા મુજબ, દરેક પક્ષ ચૂંટણી પંચની નોંધણીમાંથી જન્મે છે, તો ચૂંટણી પંચ કોઈના પ્રત્યે પક્ષપાતી કેવી રીતે હોઈ શકે? મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, "છેલ્લા બે દાયકાથી, તમામ રાજકીય પક્ષો મતદાર યાદીમાં સુધારાની માંગ કરી રહ્યા છે. આ માંગણીને પૂર્ણ કરવા માટે, ચૂંટણી પંચે બિહારથી SIR શરૂ કર્યું છે."

ભૂલ સુધારવા માટે SIR કરવામાં આવી રહી છે: ચૂંટણી પંચ

Continues below advertisement

જ્ઞાનેશ કુમારે વધુમાં કહ્યું કે, મત ચોરી જેવા ખોટા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. દેશમાં ભારતના બંધારણનું અપમાન થઈ રહ્યું છે. ભૂલ સુધારવા માટે SIR કરવામાં આવી રહી છે. બિહારમાં સાત કરોડ મતદારો ચૂંટણી પંચ સાથે છે. જેમનું નામ મતદાર યાદીમાં છે તેઓ જ મતદાન કરી રહ્યા છે. ચૂંટણી પંચના ખભા પર બંદૂક રાખીને દેશમાં રાજકારણ કરવામાં આવી રહ્યું છે. જનતાનું અપમાન કરવું એ બંધારણનું અપમાન છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, "કાયદા મુજબ, જો મતદાર યાદીઓમાં ભૂલો સમયસર શેર કરવામાં ન આવે, જો મતદાર પોતાના ઉમેદવારને પસંદ કર્યાના 45  દિવસની અંદર કોર્ટમાં ચૂંટણી અરજી દાખલ ન કરે અને પછી મત ચોરી જેવા ખોટા શબ્દોનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે, તો આ ભારતના બંધારણનું અપમાન નથી તો બીજું શું છે?"

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, "બિહારમાં SIR વિશે કેટલીક પાર્ટીઓ અને તેમના નેતાઓ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તે ગંભીર ચિંતાનો વિષય છે. બિહાર SIRમાં ગરબડીની તપાસ માટે  હજુ 15 દિવસ બાકી છે. વાસ્તવિકતાને અવગણીને ભ્રમ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચના દરવાજા બધા માટે સમાન રીતે ખુલ્લા છે. બૂથ લેવલના અધિકારીઓ અને એજન્ટો પારદર્શક રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે."