સિઝનનું પહેલું વાવાઝોડું, શક્તિ, બન્યુ ભીષણ, જાણો ગુજરાતના ક્યાં વિસ્તારને થશે અસર, IMDએ આપી ચેતવણી
સિઝનનું પહેલું વાવાઝોડું, શક્તિ, તીવ્ર બન્યું છે. જોકે તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે, પરંતુ ભારતીય ભૂપ્રદેશ પર તેની કોઈ ખાસ અસર થવાની અપેક્ષા નથી.

અરબ સાગરના ઉપરના બનેલ સિઝનનો પહેલું સમુદ્રી તોફાન શુક્રવારે ચક્રવાત શક્તિમાં બદલાય ગયું. IMDએ વિશે જાણકારી આપી છે. મૌસમ વિભાગ અનુસાર વર્તમાનમાં ગુજરાતના દ્વારકામાં લગભગ 250 કિલોમીટર પશ્ચિમ દક્ષિણમાં કેન્દ્રિત આ તોફાન શનિવાર સુધી ભીષણ તોફાનમાં બદલાઇ જવાની આશંકા હતી. જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારતીય ભૂભાગ પર તેની કોઇ ખાસ અસર નથી થવાની. જો કે સપ્તાહના અંતમાં સમુદ્રની સ્થિતિ ખરાબ થવાની આશંકા છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
ચક્રવાત કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે?
શુક્રવારે સવારે 11:3૦ વાગ્યા સુધીમાં, ચક્રવાત શક્તિ ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર 21.7° ઉત્તર અક્ષાંશ અને 66.8° પૂર્વ રેખાંશ નજીક, નલિયાથી લગભગ 270 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી ૩૦૦ કિમી પશ્ચિમ અને કરાચીથી ૩૬૦ કિમી દક્ષિણમાં સ્થિત હતું. ચક્રવાત 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની ધારણા છે, જે 5 ઓક્ટોબર સુધીમાં ઉત્તર-મધ્ય અને સંલગ્ન મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે.
ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાતના મત મુજબ શક્તિ વાવાઝાડોની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડો વરસાદ વરસી શકે છે. IMD ના એક અધિકારીએ પુષ્ટિ આપી હતી કે, વાવાઝોડાનો માર્ગ ભારતીય ભૂપ્રદેશથી દૂર છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે ભલે તે જમીન પર સીધી અસર નહીં કરે, પરંતુ દરિયો તોફાની રહેશે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
IMD અનુસાર, 3 ઓક્ટોબરના બપોર સુધી ઉત્તરપશ્ચિમ અરબ સમુદ્ર અને નજીકના ઉત્તરપૂર્વ અને મધ્ય અરબ સમુદ્ર પર દરિયાની સ્થિતિ તોફાની રહેશે, જે 4-6 ઓક્ટોબરની વચ્ચે ખૂબ તોફાની બનશે. 5 ઓક્ટોબર સુધી ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર અને નજીકના પાકિસ્તાન દરિયાકાંઠે દરિયાની સ્થિતિ તોફાની રહેશે.
આ દરમિયાન, ઓડિશા પર ડિપ્રેશનના પ્રભાવ હેઠળ, 3-4 ઓક્ટોબરના રોજ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના મોટાભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે.





















