Kangana Ranaut Slapped By CISF Guard: ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તણૂકના મામલામાં નવા તથ્યો સામે આવ્યા છે. થપ્પડ મારવાના આરોપી CISF મહિલા જવાનનો વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં મહિલા CISF કર્મચારી શું કહી રહી છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે તે ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌતના જૂના નિવેદનથી ખૂબ જ નારાજ છે. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં આ CISF જવાન કહેતી જોવા મળી રહી છે કે, 'તેણે કહ્યું હતું કે ખેડૂત આંદોલનમાં મહિલાઓ 100-100 રૂપિયા લઈને બેસતી હતી. મારી માતા પણ ત્યાં હતી.
તમને જણાવી દઈએ કે સાંસદ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં સામે આવ્યું છે કે તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેને ફ્લાઈટથી દિલ્હી આવવાનું હતું. જ્યારે તે સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ)એ તેને થપ્પડ મારી હતી. જે બાદ કંગના રનૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF મહિલા જવાનને કસ્ટડીમાં લેવામાં આવી છે.
શું હતો મામલો?
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષાકર્મીએ થપ્પડ મારી દીધી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર સુરક્ષાકર્મીનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ હતી. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.