The Kerala Story: ફિલ્મ ‘The Kerala Story' પર ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. અરજદારોએ હવે ફિલ્મ પર પ્રતિબંધ મુકવાનો ઇનકાર કરતા કેરળ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી છે. જેના પર ચીફ જસ્ટિસે 15 મેના રોજ સુનાવણી કરવાનું કહ્યું હતું.






નોંધનીય છે કે પાંચ, મેના રોજ કેરળ હાઈકોર્ટે ફિલ્મ The Kerala Story ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક નથી. કોર્ટે આદેશ આપતા પહેલા ફિલ્મનું ટ્રેલર જોયું હતું. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ કંઈ નથી.


કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે આ ફિલ્મમાં મુસ્લિમ ધર્મ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. પરંતુ આઇએસઆઇએસની સ્ટોરી બતાવવામાં આવી છે. વાસ્તવમાં આ ફિલ્મમાં તે છોકરીઓની વાર્તા છે જેઓ નર્સ બનવા માંગતી હતી, પરંતુ આઇએસઆઇએસની આતંકવાદી બની ગઇ હતી. આ ફિલ્મને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે જ્યારે યુપી સરકારે તેને ટેક્સ ફ્રી કરી દીધી છે.








Junagadh: ગુજરાતમાં કયા બે નેતાઓએ મહિલાઓને ફ્રીમાં 'ધ કેરળ સ્ટૉરી' બતાવવાનો કર્યો નિર્ણય, કઇ તારીખથી શરૂ થશે ફ્રી શૉ


Junagadh: દેશભરમાં 5મી મેએ થિએટરોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી' સતત વિવાદો વચ્ચે ઘેરાયેલી રહી છે, હવે આ 'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મને ગુજરાતમાં બે નેતાઓએ લોકોને વિનામૂલ્યે બતાવવાની જાહેરાત કરી છે. માહિતી પ્રમાણે, ભાજપના એક સાંસદ અને એક ધારાસભ્યએ આની જાહેરાત કરી છે. 


માહિતી પ્રમાણે, ગુજરાતના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા અને સાંસદ રાજેશ ચૂડાસમાએ આ ફિલ્મને કરમુક્ત કરવાની માંગ કરી હતી, આ માટે બન્ને નેતાઓએ સીએમને પત્ર પમ લખ્યો હતો. ગુજરાતમાં આગામી 11 થી 19 મે સુધી ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી'ને મહિલાઓ માટે વિનામૂલ્યે બતાવવામાં આવશે. આ શૉનું આયોજન આ દિવસ દરમિયાન બપોરે 12 થી 3 વાગ્યા કરવામાં આવ્યુ છે. મહિલાઓ આ શૉને ફ્રીમાં જૂનાગઢના સુરજ મલ્ટીપ્લેક્સમાં જોઇ શકશે. 


The Kerala Story: 'The Kerala Story' ઉત્તરપ્રદેશમાં થશે ટેક્સ ફ્રી, CM યોગી આદિત્યનાથ મંત્રિમંડળ સાથે જોઇ શકે છે ફિલ્મ


The Kerala Story: ફિલ્મ ‘The Kerala Story’ ને લઈને ઘણી રાજનીતિ ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે કેટલાક તેને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, હવે તેને ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે પોતે ટ્વિટ કરીને ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની વાત કરી છે. મંગળવારે (9 મે) ના રોજ CM તેમની આખી કેબિનેટ સાથે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોઈ શકે છે. અગાઉ આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. સીએમ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં તેના પર પ્રતિબંધ મૂક્યો છે