આધાર કાર્ડને મફતમા અપડેટ કરવા માટે ઓછા દિવસો બાકી છે. યુઆઇડીએઆઇએ આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચથી વધારીને 14 જૂન 2024 કરી હતી. મફતમાં અપડેટ કરવાની સર્વિસ માયઆધાર પોર્ટલ પર મળશે. યુઆઇડીએઆઇ ઇચ્છે છે કે લોકો પોતાના આધાર કાર્ડને અપડેટ કરી દે. મફતમાં આધાર કાર્ડને અપડેટ કરવાની સુવિધા ફક્ત ઓનલાઇન અપડેટ પર જ મળશે. આધાર કેન્દ્રમાં દઇને આધાર કાર્ડને અપડેટ કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે.


આધાર કાર્ડની ક્યાં જરૂર પડે છે


બેન્કમાં એકાઉન્ટ ઓપન કરવા, સરકારી યોજનાનો ફાયદો ઉઠાવવા, સિમ કાર્ડ ખરીદવા, ઘર ખરીદવા જેવા તમામ પૈસા સંબંધિત કામો માટે આધાર જરૂરી છે. એવામાં જો સમય સમય પર આધાર કાર્ડને અપડેટ કરવામાં નહી આવે તો અનેક કામ અટકી પડે છે. અનેક વખત ખોટી જાણકારીથી લોકો ફાયદો ઉઠાવી શકે છે.


આધાર કાર્ડમાં આ જાણકારી કરી શકો છો અપડેટ


આધાર સેન્ટરમાં જઇને અથવા પોતાની જાતે જ ઓનલાઇન આધાર અપડેટ કરી શકાય છે. આધાર કાર્ડ અપડેટ કરવા માટે ગ્રાહકોને પોતાનો ડેમોગ્રાફિક ડેટા, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, મોબાઇલ નંબર, જેવી જરૂરી જાણકારી આપવી પડશે.  આધારની તમામ ડેમોગ્રાફિક ડેટા ઓનલાઇન અપડેટ કરી શકો છો. પરંતુ કેટલીક એવી બાબતોને જેને અપડેટ કરવા માટે આધાર સેન્ટર પર જવું પડશે જેમાં બાયોમેટ્રિક ડેટાનો સમાવેશ થાય છે.


આ રીતે આધારને ઓનલાઈન અપડેટ કરો


-સૌથી પહેલા તમારેhttps://myaadhaar.uidai.gov.in/ વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમારે તમારા આધાર નંબર અને OTPની મદદથી લોગ ઇન કરવાનું રહેશે.


-આ પછી તમારી પ્રોફાઇલ પર ઓળખ અને સરનામા સંબંધિત માહિતી દેખાવાનું શરૂ થશે.


-જો તમારી વિગતો સાચી હોય તો વેરીફાઈ પર ક્લિક કરો. જો માહિતી સાચી નથી તો નવું ઓળખ કાર્ડ અપલોડ કરવા માટે પસંદ કરો. પછી તેને અપલોડ કરો.


-એ જ રીતે તમારે એડ્રેસ પ્રૂફ તરીકે દસ્તાવેજ પસંદ કરવો પડશે. સબમિટ કર્યા પછી તેને અપલોડ કરો.


 


આધાર આ રીતે ઓફલાઈન અપડેટ થશે


-સૌથી પહેલા તમારેhttps://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર જવું પડશે.


-અહીંથી તમે તમારું નજીકનું આધાર કેન્દ્ર શોધી શકશો.


-તમારું લોકેશન દાખલ કર્યા પછી તમને નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી મળશે.


-તમે પિન કોડ દ્વારા નજીકના આધાર કેન્દ્ર વિશેની માહિતી પણ એકત્રિત કરી શકશો.


-પિન કોડ દાખલ કર્યા પછી સર્ચ કરવાથી તમને આધાર કેન્દ્ર વિશે માહિતી મળશે, જ્યાં આધાર અપડેટ કરી શકાય છે.