શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર અમદાવાદ સહિતનાં શહેરમાં દરેક કોરોના દર્દીને આપી રહી છે 1.50 લાખ રૂપિયા ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર કોર્પોરેશનને પ્રતિ કોવિડ-19 દર્દી 1.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ કોરોનાકાલમાં સોશિયલ મીડિયા પર અનેક એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે જે ભ્રમિત કરનારા હોય છે. ત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર નગર નિગમના દરેક કોરોના દર્દીને 1.5 લાખ રૂપિયા આપી રહી છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર પાસેથી 1.5 લાખ રૂપિયા પ્રતિ દર્દી મેળવવા માટે નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા શર્દી અને તાવથી પીડિત લોકોને પણ કોરોના પોજિટિવ ગણાવવામાં આવી રહ્યા છે. પીઆઈબીએ આ મેસેજને લઈને ફેક્ચ ચેક કર્યું અને જણાવ્યું કે, આ વાયરલ થઈ રહેલ મેસેજ ફેક છે.
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર કોર્પોરેશનને પ્રતિ કોવિડ-19 દર્દી 1.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, માટે લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે સાવચેત રહે. આ વ્હોટ્સએપ વાયરલ મેસેજને લઈને પીઆઈબી ફેક્ટ ચેકે એક સ્પષ્ટતા કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, પોસ્ટમાં કરવમાં આવેલ દાવો ફેક છે અને કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
પીઆઈબીએ પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરતાં લખ્યું છે કે, આ અહેવાલમાં કોઈ સત્ય નથી. મોદી સરકારે આવી કોઈ યોજના બનાવી નથી. સાથે જ પીઆઈબીએ કહ્યું કે, સરકાર આવી કોઈ યોજના બનાવવા પર કામ નથી કરી રહી. સામાન્ય લોકોને સાવચેત કરતાં પીઆઈબીએ કહ્યું કે, આવા કોઈપણ વાયરલ અહેવાલવાળી લિંક પર ક્લિક ન કરો.Claim: A message circulating on #WhatsApp claims that Central Government is providing Rs 1.5 lakh to every Municipality for each #COVID19 patient. #PIBFactCheck: The claim is #Fake. No such announcement has been made by Government. pic.twitter.com/Ntr137aIUY
— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement