સમગ્ર દુનિયામાં કોરોનાથી બચવા વેક્સિનનું સંશોધન ચાલી રહ્યું છે. કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોરોનાની વેક્સીન અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે એટલે હવે તેની કિંમતોએ ચર્ચાનું જોર પકડ્યું છે. ઓક્સફર્ડની વેક્સીન ભારતમાં માત્ર 225 રૂપિયા મળશે તેવું જાણવા મળ્યું છે.
કોરોનાની વેક્સીન તૈયાર કંપનીઓએ તેની અંદાજીત કિંમતોની અણસાર આપી છે. ત્યારે રશિયાએ એવો દાવો કર્યો છે કે, તેની પોતાની વેક્સીન સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં આવી જશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે, આ વેક્સીનના 1 ડોઝની કિંમત 1 હજાર રૂપિયાથી પણ ઓછી હશે. કંપની અને બિલ એન્ડ મેલિંડા ફાઉન્ડેશન તેમજ ગાવી સંસ્થાએ મળીને એક કરાર પણ કર્યો છે. તે અંતર્ગત ભારત સહિત ઓછી આવક ધરાવતા 92 દેશોમાં માત્ર 3 ડોલર અર્થાત 225 રૂપિયામાં વેક્સીન મળી રહેશે.
બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાની આ વેક્સીન બીજા અને ત્રીજા ચરણમાં પહોંચી ગઈ છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં તેનું હ્યુમન ટ્રાયલ શરૂ કરી થઈ જશે. આ વેક્સીનને ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. દેશમાં તેને કોવિશિલ્ડ નામથી લોન્ચ કરવામાં આવશે. આ વેક્સનનું ટ્રાયલ ભારતમાં 18 જગ્યા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જેમાં 1600 વોલન્ટિયર્સ સામેલ થશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા જણાવ્યું હતું કે, જો ટ્રાયલ સફળ થયું તો વર્ષ 2021માં માર્ચ મહિના સુધી તેના 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરી દેવામાં આવશે. નવેમ્બર મહિના સુધી વેક્સીન તૈયાર થાય તેવી સંભાવના છે.
ઓક્સફર્ડની વેક્સિન ભારતમાં માત્ર 225 રૂપિયામાં જ મળશે, જાણો ક્યાં સુધી આવી જશે બજારમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2020 09:26 AM (IST)
કોરોનાની વેક્સીન અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે એટલે હવે તેની કિંમતોએ ચર્ચાનું જોર પકડ્યું છે. ઓક્સફર્ડની વેક્સીન ભારતમાં માત્ર 225 રૂપિયા મળશે તેવું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -