Air India plane Crash Investigation:12 જૂનના  રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) નો પ્રારંભિક અહેવાલ બહાર આવ્યો છે. અહેવાલ મુજબ, અકસ્માત પહેલા, પાઇલટ્સે બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયના અભાવે તેઓ તેમાં સફળ થઈ શક્યા ન હતા. હવે આ અંગે, ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અને સંસદની સ્થાયી સમિતિના સભ્ય રાજીવ પ્રતાપ રૂડી (પ્રશિક્ષિત પાઇલટ) એ કહ્યું કે વિમાન તકનીકી રીતે સંપૂર્ણપણે ઠીક હતું અને ઉડાન માટે સમર્થ હતું.

Continues below advertisement

તેમણે કહ્યું, "રિપોર્ટ મુજબ, વિમાનમાં કોઈ ટેકનિકલ  નહોતી. એન્જિન અને અન્ય ફ્લાઇટ સિસ્ટમ સંપૂર્ણપણે સામાન્ય હતી. પ્રારંભિક તપાસથી સ્પષ્ટ છે કે, વિમાન નિયમિતપણે ઉડાન ભરતું હતું." તેમણે કહ્યું, "વિમાન એટલી ઓછી ઊંચાઈ પર હતું કે ઓટોમેટિક FADEC સિસ્ટમ (જે એન્જિન શરૂ કરે છે) કામ કરતી ન હતી. જો વિમાન 1૦,૦૦૦ ફૂટ કે તેથી વધુ ઊંચાઈ પર હોત, તો કદાચ બંને એન્જિન ફરીથી શરૂ થયા હોત." તેમણે એમ પણ કહ્યું કે મોનિટરિંગ પાઇલટ, કેપ્ટન સબરવાલે,  રી-લાઇટની પ્રક્રિયામાં જરૂરી સ્ટેપ્સને મેમરી ચેકલિસ્ટ મુજબ સારી રીતે ફોલો ન કર્યાં હોય.

AAIB ના 15 પાનાના પ્રારંભિક અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા

Continues below advertisement

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના 15 પાનાના પ્રારંભિક અહેવાલમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. અહેવાલ મુજબ, વિમાને સવારે 8:08 વાગ્યે ઉડાન ભરી હતી અને મહત્તમ 180 નોટની ગતિ હાંસલ કરી હતી, પરંતુ આ પછી તરત જ, ફક્ત 1 સેકન્ડના તફાવત સાથે, બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો અચાનક 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં ખસી ગયા. આને કારણે, ફ્યુઅલ એન્જિન સુધી પહોંચવાનું બંધ થઈ ગયું અને બંને એન્જિનની ગતિ (N1 અને N2 રોટેશન) ઝડપથી ઘટવા લાગી.

સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે કોકપીટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થયેલી વાતચીત દર્શાવે છે કે બંને પાઇલટ આ એન્જિન બંધ થવાની ઘટનાથી અજાણ હતા. અહેવાલ મુજબ, મુખ્ય પાઇલટ સુમિત સબરવાલે કો-પાઇલટ ક્લાઇવ કુંદરને પૂછ્યું, "તમે ઇંધણ કેમ બંધ કર્યું?" આના પર કો-પાઇલટે જવાબ આપ્યો, "મેં કંઈ કર્યું નથી."