નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.  ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. પરંતુ એક્ટિવ કેસની વાત કરીએ તો ભારતમાં કુલ એક્ટિવ કેસમાં 83 ટકા એક્ટિવ કેસ 13 રાજ્યમાં છે. જ્યારે 10 જિલ્લામાં 24 ટકા એક્ટિવ કેસ છે.  દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.
 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એક્ટિવ કેસ (Active Cases) માં 83 ટકા એક્ટિવ કેસ 13 રાજ્યમાં છે. આ રાજ્યમાં ગુજરાત સહિત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને બિહાર છે. 

સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 5 લાખ 93 હજાર 150 એક્ટિવ કેસ છે. જ્યારે કર્ણાટકમાં 5,71,026,, કેરળમાં 4,20,076, ઉત્તર પ્રદેશમાં  2,25,271, , રાજસ્થાનમાં 2,03,017, આંધ્ર પ્રદેશમાં  1,89,367, તમિલનાડુમાં  1,52,389, ગુજરાતમાં 1,36,158,  પશ્ચિમ બંગાળમાં 1,26,663, છત્તીસગઢમાં 1,25,104,, હરિયાણામાં  1,13,232, મધ્ય પ્રદેશમાં 1,11,223 અને બિહારમાં 1,05,104 એક્ટિવ કેસ છે. 

જ્યારે 10 એવા જિલ્લા છે, જ્યાં એક્ટિવ કેસ 24 ટકા છે. આ જિલ્લામાં બેંગલુરુ શહેર, પુણે, દિલ્હી, એર્નાકુલમ, નાગપુર, અમદાવાદ, થ્રીસુર, જયપુર, કોજહીકોડ અને મુંબઈનો સમાવેશ થાય છે. 

એક્ટિવ કેસ 37 લાખને પાર

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 26 લાખ 62 હજાર 575

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304

કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221

કુલ મોત - 2 લાખ 49 હજાર 992

છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

10 મે

3,66,161

3754

9 મે

4,03,738

4092

8 મે

4,07,078

4187

7 મે

4,14,188

3915

6 મે

4,12,262

3980

5 મે

3,82,315

3780

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

 

17 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 27 લાખ 10 હજાર 066 ડોઝ આપવામાં આવ્યા છે.