Year Ender 2025: નવા વર્ષની લોકો નવા સપના, આશા અને ઉત્સાહ સાથે રાહ જોઇ રહ્યાં છે. પરંતુ આ વર્ષ કેટલીક એવી યાદો આપતું ગયું છે કે, જેને કદાચ ક્યારે નહીં વિસરી શકાય. 2025માં 5 એવી મોટી દુર્ઘટનાઓ બની. જેને દેશને હચમાચાવી દીધો. આટલું જ નહિ આ દુર્ઘટનાના ભોગ બનેલાના પરિજનોને આ ઘટના કદી ન પુરી શકાય તેવી ખોટ આપતી ગઇ છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના
આ ઘટના વર્ષની સૌથી દુ:ખદ ઘટના હતી. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, ટેકઓફ થયાની થોડી મિનિટો પછી રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. તેમાં સવાર તમામ 241 લોકોના મોત થયા. આ ભારતીય ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી ખરાબ અકસ્માતોમાંનો એક હતો. આ અકસ્માતમાં માત્ર એક 40 વર્ષીય રમેશ વિશ્વાસ જીવિત રહ્યાં હતા.
પહેલગામ આતંકવાદી હુમલો
22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મીની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે ઓળખાતી બૈસરન ખીણમાં રજાઓ ગાળવા આવેલા પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં છવ્વીસ લોકો માર્યા ગયા હતા, જેમાં કર્ણાટક, ઓડિશા, કાનપુર, અને ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો હતો. ભોગ બનેલાઓમાં કર્ણાટકના એક રિયલ એસ્ટેટ એજન્ટ, ઓડિશાના એક એકાઉન્ટન્ટ અને કાનપુરના એક ઉદ્યોગપતિનો સમાવેશ થાય છે.આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો.
મહાકુંભમાં નાસભાગ
29 જાન્યુઆરી, 2025ના રોજ, પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, મૌની અમાવસ્યાના દિવસે, લાખો ભક્તો ગંગામાં સ્નાન કરવા પહોંચ્યા હતા. અચાનક, એક મોટી ભીડ એકઠી થઈ ગઈ, અને નાસભાગ મચી ગઈ. 30 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને 60 થી વધુ ઘાયલ થયા.
બેંગલુરુમાં નાસભાગભાગદોડ
લાંબી રાહ જોયા પછી, RCB એ IPL માં મોટી જીત મેળવી હતી. 4 જૂન, 2025 ના રોજ બેંગલુરુમાં એક ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યાં લાખો લોકો એકઠા થયા હતા અહીં નાસભાગ મચી જતાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, ચિન્નાસ્વામી સ્ટેડિયમ, જેની ક્ષમતા ફક્ત 35,000 દર્શકોની છે, ત્યાં હજારો લોકો એકઠા થયા હતા. જ્યારે આ લોકોને પ્રવેશ નકારવામાં આવ્યો, ત્યારે ભીડે દરવાજા તોડી નાખ્યા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
તમિલનાડુના કરુરમાં ભાગદોડ
27 સપ્ટેમ્બરના રોજ, તમિલનાડુના કરુરમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયની પાર્ટી, તમિલનાડુના તમિલગા વેત્રી કઝગમના બેનર હેઠળ, એક રેલીમાં 10,000 લોકો આવવાની અપેક્ષા હતી, પરંતુ તે સંખ્યા ત્રણ ગણી વધારે લોકો પહોંચ્યા. વિજયના મોડા આવવાને કારણે ભીડ વધી ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ. આશરે 41 લોકો માર્યા ગયા અને 5૦ થી વધુ ઘાયલ થયા હતા.