નવી દિલ્હીઃ કોરોના વેક્સિનનો બીજો ડ્રાય રન 8 જાન્યુઆરીએ આખા દેશમાં તમામ જિલ્લાઓમાં થશે. વેક્સિનેશન માટે પહેલો ડ્રાય રન 28 અને 29 ડિસેમ્બરે દેશના 4 રાજ્યોમાં કેટલીક જગ્યાઓ પર કરવામાં આવ્યો હતો. આ પછી 2 જાન્યુઆરીએ આખા દેશમાં પહેલો ડ્રાય રન તમામ રાજ્યોના કેટલાક ભાગોમાં કરવામાં આવ્યો હતો.

બહુ જલ્દી જ સામાન્ય લોકો માટે સરકાર તરફથી વેક્સિનેશનનુ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. કૉવિડ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે આમાંથી કોઇપણ એક ડૉક્યૂમેન્ટ આવશ્યક રહેશે.

આધાર કાર્ડ
વૉટ આઇડી કાર્ડ
ડ્રાઇવિંગ લાયસન્સ
પેન કાર્ડ
મનરેગા જૉબ કાર્ડ
પાસપોર્ટ
ફોટો લગાવેલુ પેન્શન ડૉક્યૂમેન્ટ
ફોટોગ્રાફની સાથે સાંસદ/ધારાસભ્ય વગેરે દ્વારા રજૂ કરવામાં આવેલી અધિકારીક ઓળખ કાર્ડ
ફોટોગ્રાફ લગાવેલી બેન્કની પાસબુક
શ્રમ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલુ હેલ્થ ઇન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલુ ફોટા વાળુ ઓળખ કાર્ડ
NPR અંતર્ગત રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલુ સ્માર્ટ કાર્ડ

આમાંથી જે ડૉક્યૂમેન્ટની સાથે રસી લેનાર પોતાનુ રજિસ્ટ્રેશન કરાવશે તે ડૉક્યૂમેન્ટને વેક્સિનેશન સાઇટ પર બતાવવુ પડશે. નોંધનીય છે કે ભારતમાં પણ બે વેક્સિનને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે.