યસમેડમ (YesMadam)  નામની એક કંપની છે. આ કંપનીએ માનસિક સ્વાસ્થ્ય અંગે આંતરિક સર્વે હાથ ધર્યો હતો. લગભગ 100 કર્મચારીઓએ કબૂલાત કરી હતી કે તેઓ તણાવ અનુભવતા હતા. યસમેડમે એ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. પહેલેથી જ તણાવમાં કામ કરી રહેલા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે એવું લાગતું હતું કે જાણે તેમના પર મુસીબતોનો પહાડ આવી ગયો. આ તે મુશ્કેલ સમય છે જ્યારે લોકોને હિંમત અને સહાનુભૂતિની જરૂર હોય છે. આ મુશ્કેલ સમયમાં બીજી એક કંપની તેમની મદદે આવી હતી. યસ મેડમમાંથી છૂટા કરાયેલા 100 કર્મચારીઓની અરજીઓ મંગાવી હતી. બીજી કંપનીની ખૂબ પ્રશંસા થઈ રહી છે, જ્યારે યસમેડમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.






ગુરુગ્રામ સ્થિત કંપની મેજિકપિને (Magicpin)  યસમેડમમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. આ કંપની ફૂડ ડિલિવરી કરે છે. મેજિકપિનના ક્રિએટિવ ડિરેક્ટર માધવ શર્માએ LinkedIn પર એક પોસ્ટ લખી છે. તેમણે લખ્યું હતું કે, "આ અભિયાન કોઈપણ તણાવ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયું." તેમની પોસ્ટમાં હેલ્મેટ પહેરેલા અને પોસ્ટર પકડેલા બે મેજિકપિન કર્મચારીઓના ફોટા પણ સામેલ છે. એક પોસ્ટર પર લખ્યું હતું કે, No Madam, Stressed Employees Can Perform! Because They Care! તેનો અર્થ છે - નો મેડમ, તણાવગ્રસ્ત કર્મચારીઓ પણ સારું પ્રદર્શન કરી શકે છે કારણ કે તેઓ કાળજી રાખે છે." બીજા પોસ્ટર પર લખેલું હતું કે, Magicpin invites laid-off employees to join across departments  એટલે કે મેજિકપિન છૂટા કરાયેલા કર્મચારીઓને તેમની સાથે જોડાવા માટે આમંત્રણ આપે છે. આ મેસેજ સાથે HR ટીમનું ઈમેલ આઈડી પણ આપવામાં આવ્યું છે.


નોંધનીય છે કે આંતરિક માનસિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ પછી યસમેડમ કંપનીએ લગભગ 100 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જેમાંથી મોટાભાગનાએ કહ્યું હતું કે તેઓ ભારે તણાવ અનુભવી રહ્યા હતા. યસમેડમ લોકોને તેમના ઘરે સલૂન સેવાઓ પૂરી પાડે છે. તેના યુઝર્સ ઘરે બેઠા જ સ્પા, સલૂન, ફેશિયલ વગેરે જેવી સેવાઓ બુક કરી શકે છે.


મેજિકપિન પ્રશંસા


મેજિકપીનની આ પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા લોકોએ આને કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. એક યુઝરે લખ્યું, “માધવ શર્મા, શાનદાર પહેલ! આપણે હંમેશા આપણા માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.” તે જ સમયે, અન્ય એક વ્યક્તિએ તેને યાદગાર અને પ્રશંસનીય ઘટના ગણાવી હતી.


મેજિકપીનની આ પહેલે માત્ર યસમેડમના કર્મચારીઓ જ નહીં પરંતુ અન્ય રસ ધરાવતા લોકોનું પણ ધ્યાન ખેંચ્યું. LinkedIn પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ MagicPin પર નોકરીની તકો વિશે પૂછપરછ કરી હી. તેના પર માધવ શર્માએ જવાબ આપ્યો કે કોઈપણ વ્યક્તિ મેજિકપીનમાં પોતાનો બાયોડેટા મોકલી શકે છે.


યસમેડમના નિર્ણય પર સવાલ


યસમેડમના નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. એક વ્યક્તિએ પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું, “તે શરમજનક છે કે તણાવ વિશે પ્રમાણિકતાથી વાત કરવાને કારણે કોઈ વ્યક્તિ તેની નોકરી ગુમાવી શકે છે. જેમની પાસે પોતાના વિચારો વ્યક્ત કરવાની હિંમત હતી તેમને તમે ખતમ કરી નાખ્યા.


Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત