જો તમે વેક્સિનેશન સર્ટિફિકેટમાં નામ, એડ્રેસ અથવા બર્થ ડેટ ખોટી છે તો તમારે પરેશાન થવાની જરૂરત નથી. Cowin વેબસાઈટ તમે તેમાં સુધારો કરવાની છુટ આપે છે. તમે ઘર બેઠે તેમાં કરેક્શન કરી શકો છો. જોકે એ ધ્યાન રાખું જરૂરી છે કે તમને તેમાં સુધારો કરવાની માત્ર એક વખત જ તક આપવામાં આવશે. જો તમે ફરીથી ખોટી વિગતો ભરી તો બાદમાં તેમાં સુધારો કરવા માટે કોઈ અવકાશ નહીં રહે. આવો જાણીએ સુધારો કરવાની શું છે પ્રોસેસ.


વેક્સિનેશન સર્કિફિકેટમાં આ રીતે કરો કરેક્શન



  • તેના માટે સૌથી પહેલા www.cowin.gov.in પર જવાનું રહેશે. ત્યાર બાદ Register અને Signના બટન પર ક્લિક કરો.

  • હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ફોન પર ઓટીપી આવશે.

  • હવે એકાઉન્ટ ડિટેલ્સ સેક્શનમાં Raise an issue પર ક્લિક કરો.

  • હવે અહીં તમારે રજિસ્ટર્ડ મેમ્બરનું નામ એન્ટર કરવાનું રહેશે જે ફરજિયાત છે.

  • આટલું કર્યા બાદ સર્ટિફિકેટમાં કરેક્શનના ઓપ્શન પર ક્લિક કરી Continue પર ક્લિક કરો.

  • હવે તમારે જે પણ સુધારા વધારા કરવા છે તેની સાચી વિગતો ભરીને રજિસ્ટર્ડ રિક્વેસ્ટ માટે Continueના બટન પર ક્લિક કરો.


આ રીતે પાસપોર્ટને કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે કરો લિંક



  • આ રીતે પાસપોર્ટને કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે કરો લિન્ક-

  • લિન્ક કરવા માટે સૌથી પહેલા cowin.gov.in વેબસાઇટ પર જાઓ.

  • અહીં લૉગીન કરીને raise a issueના ઓપ્શનને સિલેક્ટ કરી દો.

  • આટલુ કર્યા બદા અહીં પાસપોર્ટનો ઓપ્શન સિલેક્ટ કરો.

  • અહીં ડ્રૉપ ડાઉન મેનૂમાંથી પર્સનને સિલેક્ટ કરો.

  • આટલુ કર્યા બાદ પાસપોર્ટ નંબર એન્ટર કરો.

  • હવે છેલ્લે તમામ ડિટેલ્સ નાંખીને સબમીટ કરી દો.

  • આટલુ કર્યા બાદ થોડીવારમાં તમને પાસપોર્ટ લિન્કની સાથે નવુ કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ મળી જશે.

  • આ નવા સર્ટિફિકેટને તમે ડાઉનલૉડ અથવા તો સેવ કરીને રાખી શકો છો.


પાસપોર્ટ અને સર્ટિફિકેટમાં એકસરખી જ હોવી જોઇએ ડિટેલ-


અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે વેક્સિનેશન સર્ટિફિકેટમાં પાસપોર્ટ નંબર લિન્ક કરવા માટે કેન્ડિડેટની ડિટેલ્સ એકસરખી જ હોવી જોઇએ. માની લો જો સર્ટિફિકેટમાં તમારુ નામ પણ ખોટુ છે તો આના પોર્ટલ પર જઇને કરેક્ટ કરી શકો છો. પરંતુ યાદ રહે કે અહીં નામ બદલવાનો ઓપ્શન ફક્ત એકવાર જ મળે છે, એટલે તમારે એકદમ ધ્યાનથી કામ કરવાની જરૂર છે.અભ્યાસ, જૉબ કે પછી ટૉક્યો ઓલિમ્પિક રમતોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિદેશ જનારા લોકોને પોતાના પાસપોર્ટની સાથે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને લિંક કરાવવુ અનિવાર્ય રહેશે.