ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નિરજ ચોપરાને સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં નિરજને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.


 






આ એવોર્ડ કલા,સામાજિક કાર્ય, સાર્વજનિક બાબકો,વિજ્ઞાન અને એન્જિનિયરિંગ,વેપાર અને ઉદ્યોગ.તબીબી, સાહિત્ય અને શિક્ષા,રમત, સિવિલ સેવા વગેરે જેવા વિવિધ વિષયો અને ગતિવિધિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પધ્મ વિભૂષણ પ્રદાન કરવામાં આવે છે. ઉચ્ચ કોટીની વિસિષ્ટ સેવા માટે  'પદ્મ ભૂષણ' અને કોઈ પણ ક્ષેત્રમા વિશિષ્ટ સેવા માટે 'પદ્મશ્રી' આપવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ઔપચારિક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે કુલ 128 પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે આ વર્ષના પદ્મ પુરસ્કારોના વિજેતાઓને સન્માનિત કર્યા. ભાજપના પૂર્વ નેતા કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના પુત્ર રાજવીર સિંહે એવોર્ડ મેળવ્યો હતો. તો બીજી તરફ, ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના ઈલા અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા ઈલાને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ મહાનુભવોને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા 


હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.
ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
ટોક્યો પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત અંતિલને પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા.
ગાયિકા સુલોચના ચવ્હાણને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આયર્લેન્ડના પ્રોફેસર રુટગર કોર્ટનહોર્સ્ટને આઇરિશ શાળાઓમાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવાના તેમના પ્રયાસો બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
બોલિવૂડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
લદ્દાખના લાકડા પર કોતરણી કરનાર કલાકાર સેરિંગ નામગ્યાલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.