Tomato Flu:  કેરળ પહેલાથી જ કોરોના વાયરસના વધતા જતા કેસોથી પરેશાન છે. અહીં હવે એક નવો વાયરસ મુશ્કેલી વધારી રહ્યો છે. આ નવા વાયરસનું નામ ટોમેટો ફ્લૂ છે. આ એક દુર્લભ રોગ છે, જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં 80 થી વધુ બાળકો આ રોગની ઝપેટમાં આવી ચૂક્યા છે. જો કે આ આંકડો વધી શકે તેવી આશંકા છે. આવી સ્થિતિમાં ટોમેટો ફ્લૂ વિશે જાણવું જરૂરી છે.


ટોમેટો ફ્લૂ શું છે?


આ એક દુર્લભ વાયરસ છે જે અન્ય વાયરલ ફ્લૂ જેવો જ છે. જો કે, આ રોગ હજુ સુધી યોગ્ય રીતે ઓળખાયો નથી. આવી સ્થિતિમાં તે ચિકનગુનિયાથી કે ડેન્ગ્યુથી થતો રોગ છે કે નહીં તેમ કહેવું મુશ્કેલ છે. આ સમસ્યા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને થાય છે. જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે બાળકોના શરીરમાં લાલ રંગના ચકામા અને ફોલ્લાઓ થાય છે. જો કે, આ સમસ્યા કેરળના કેટલાક ભાગોમાં જ જોવા મળી છે. તેમ છતાં આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો તેને રોકવા માટે પગલાં લેવામાં નહીં આવે તો આ સમસ્યા ફેલાઈ શકે છે.


આ રોગને ટોમેટો ફ્લૂ કેમ કહેવાય છે?


આ સમસ્યા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને થઈ રહી છે. જ્યારે તેમને આ સમસ્યા થાય છે, ત્યારે તેમના શરીર પર લાલ ચકામા અથવા ફોલ્લા એક લક્ષણ તરીકે દેખાય છે. આ ફોલ્લીઓ અને ફોલ્લાઓ લાલ રંગના હોય છે તેથી તેને ટોમેટો ફ્લૂ નામ આપવામાં આવ્યું છે.


ટોમેટો ફ્લૂના લક્ષણો



  • જ્યારે બાળકમાં ટોમેટો ફ્લૂની સમસ્યા હોય છે, ત્યારે નીચેના લક્ષણો જોવા મળી શકે છે-

  • ત્વચા પર લાલ ફોલ્લીઓ

  • ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ

  • બાળકોમાં ઉચ્ચ તાવ

  • શરીરમાં દુખાવો

  • સાંધા જકડાઈ જવા

  • થાક લાગવો

  • પેટમાં ખેંચાણ

  • ઉબકા-ઉલટી થવી

  • ઝાડા થવા

  • ખાંસી અથવા છીંક આવવી

  • નાકમાંથી સતત પાણી પડવું


સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વાયરસ બહુ ઘાતક નથી પરંતુ સમયસર તેની સારવાર કરવી જરૂરી છે. જો ઉપર દર્શાવેલ લક્ષણો તમારા બાળકમાં જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.


ટોમેટો ફ્લૂની સારવાર



  • ચેપગ્રસ્ત બાળકોને હાઇડ્રેટેડ રાખો

  • બાળકોની આસપાસ સ્વચ્છતા જાળવો

  • બાળકને ગરમ પાણીથી સ્નાન કરાવો

  • ફોલ્લા કે ફોલ્લીઓને ખંજવાળશો નહીં