IMD heavy rain alert: દેશભરમાં ચોમાસું ફરી એકવાર પૂર્ણ જોશમાં સક્રિય થયું છે ત્યારે આવતીકાલનું હવામાન કેવું રહેશે તે અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તરથી લઈને ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 કલાકમાં દેશના 24 રાજ્યોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ અને તીવ્ર વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે. જો તમે બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ, તો આવતીકાલનું હવામાન ખાસ તપાસી લેવું જરૂરી છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

Continues below advertisement

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી તેમજ તેને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે એક નવું લો-પ્રેશર ક્ષેત્ર આકાર લઈ રહ્યું છે. આ સિવાય, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. દક્ષિણ ગુજરાતથી પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી અને દક્ષિણ તેલંગાણાથી મન્નારના અખાત સુધી બે અલગ-અલગ ટ્રફ રેખાઓ લંબાયેલી છે. ઉત્તર હરિયાણા પર પણ ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે, જેના લીધે આવતીકાલના હવામાન પર તેની સીધી અસર પડશે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમ સહિત 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

Continues below advertisement

આવતીકાલનું હવામાન: રાજ્યવાર આગાહી અને તાપમાનની સ્થિતિ

દિલ્હી: દિલ્હીમાં આવતીકાલનું હવામાન તોફાની રહેશે. 10 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની ચેતવણી છે, જે 14 સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. આકાશ વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાશે.

ગુજરાત: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ: નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, મથુરા, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર, ગોરખપુર અને ઉન્નાવ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની વકી છે. લખનૌમાં તાપમાન 26 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

બિહાર: પટણા, સિવાન, સારણ, વૈશાલી, મધુબની, પૂર્ણિયા અને ભાગલપુરમાં ભારે વરસાદ સાથે 60 કિમીની ગતિએ પવન ફૂંકાશે. પટણામાં તાપમાન 27 થી 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

મધ્ય પ્રદેશ: ભોપાલ, ઇન્દોર, ગુના, ઉજ્જૈન, મુરેના અને શ્યોપુરમાં ભારે વરસાદ અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ 21 ડિગ્રી રહેશે.

રાજસ્થાન: જયપુર, અજમેર, બુંદી, ઉદયપુર, કોટા અને ભીલવાડામાં વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. પવનની ગતિ 55 થી 65 કિમી રહેશે. જયપુરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાશે.

પહાડી રાજ્યો (હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ): હિમાચલના કુલ્લુ, મંડી, શિમલા અને ઉત્તરાખંડના દહેરાદૂન, હરિદ્વાર, નૈનીતાલમાં ભૂસ્ખલન અને મુશળધાર વરસાદની ચેતવણી છે. મનાલીમાં લઘુત્તમ તાપમાન ગગડીને 7 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ઝારખંડ અને ઓડિશા: રાંચી, ધનબાદ, બાલાસોર, કટક અને પુરી સહિતના વિસ્તારોમાં 50 થી 65 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરાયું છે.

પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર: કોલકાતા, દાર્જિલિંગ તેમજ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા, ડોડા અને કઠુઆમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.