tomorrow weather update may 27: દેશભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને હીટવેવ વચ્ચે હવામાન વિભાગ (IMD) તરફથી એક મોટા સમાચાર આવ્યા છે. ગરમીના પ્રકોપથી ત્રસ્ત લોકો માટે આ થોડા રાહતના સમાચાર છે, તો ખેડૂતો માટે ચિંતાના પણ. IMD ના લેટેસ્ટ અપડેટ મુજબ, 27 મેના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિત દેશના 17 રાજ્યોમાં આગામી 36 કલાક માટે ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે, કારણ કે આવા તોફાની પવનથી તેમના પાકને મોટું નુકસાન થઈ શકે છે.

Continues below advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 મેના રોજ જે 17 રાજ્યોમાં એલર્ટ છે તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આસામ, મેઘાલય, ત્રિપુરા અને પશ્ચિમ મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કયા રાજ્યમાં આવતીકાલે કેવું વાતાવરણ રહેશે:

Continues below advertisement

દિલ્હીનું હવામાન કેવું રહેશે?

દિલ્હી માટે 27 અને 28 મેના રોજ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળભર્યો પવન ફૂંકાઈ શકે છે. 27 મેના રોજ દિલ્હીનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ (UP) માં વાતાવરણ કેવું રહેશે?

યુપીમાં 27 અને 28 મેના રોજ ભારે વરસાદ અને સપાટી પરથી પવન ફૂંકાવાની ચેતવણી છે. સહારનપુર, મુઝફ્ફરનગર, બરેલી, મેરઠ, નોઇડા, આગ્રા, મથુરા, અયોધ્યા અને પ્રયાગરાજ સહિતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અહીં પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 27 મેના રોજ લખનૌમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.

બિહારમાં વરસાદની કેટલી શક્યતા?

બિહારમાં પણ 27 મેના રોજ ભારે વરસાદ અને વાવાઝોડાની પૂરેપૂરી સંભાવના છે. ગયા, ગોપાલગંજ, સિવાન, મુઝફ્ફરપુર, દરભંગા, ભાગલપુર અને કિશનગંજ સહિતના વિસ્તારો માટે એલર્ટ છે. 27 મેના રોજ પટનાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી

ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો હાલ

ઝારખંડ: 27 મેના રોજ ગિરિડીહ, દેવઘર, ધનબાદ, બોકારો અને જમશેદપુરમાં ભારે વરસાદ પડી શકે છે. 65 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાંચીમાં તાપમાન 37 ડિગ્રી (મહત્તમ) અને 24 ડિગ્રી (લઘુત્તમ) વચ્ચે રહેશે.

પશ્ચિમ બંગાળ: 27 અને 28 મેના રોજ માલદા, દુર્ગાપુર, બર્ધમાન, હુગલી અને ઉત્તર/દક્ષિણ 24 પરગણામાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની પ્રબળ શક્યતા છે. કોલકાતામાં તાપમાન 35 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.

પહાડી રાજ્યો (ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ)

ઉત્તરાખંડ: 26 થી 28 મે દરમિયાન દહેરાદૂન, નૈનિતાલ, હરિદ્વાર, ઋષિકેશ અને કેદારનાથ (રુદ્રપ્રયાગ) પંથકમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. પવનની ઝડપ 65 થી 75 કિમી પ્રતિ કલાક રહી શકે છે. દહેરાદૂનમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે.

હિમાચલ પ્રદેશ: 28 અને 29 મેના રોજ શિમલા, મંડી, કુલ્લુ અને કાંગડામાં ભારે વરસાદ અને 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી છે. જોકે, 27 મેના રોજ મનાલીમાં વાતાવરણ ખાસ્સું ઠંડુ રહેશે, જ્યાં મહત્તમ તાપમાન 15 ડિગ્રી અને લઘુત્તમ માત્ર 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી, 85 kmphની ઝડપે પવન ફૂંકાશે!