Top 10 Laws Changed After Independence: 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો પાસેથી આઝાદી મળ્યા પછી દેશની સામે એક નવો અને મજબૂત રાષ્ટ્ર બનાવવાનો પડકાર હતો. સમય જતાં સમાજ, અર્થતંત્ર અને ટેકનોલોજી બદલાતા ગયા અને તેની સાથે આપણા કાયદાઓ પણ બદલાતા ગયા. દેશની સંસદે ઘણા એવા ઐતિહાસિક કાયદા અને બંધારણીય સુધારા પસાર કર્યા, જેમણે સામાન્ય જનતાનું જીવન પૂરી રીતે બદલી નાખ્યું. તેમાં 101st Amendment Act (GST) અને 106th Amendment Act (Women's Reservation) જેવા ઐતિહાસિક ફેરફારો શામેલ છે જેમણે દેશની દિશા નક્કી કરી. તો આજે આપણે દેશના 10 એવા કાયદાઓ વિશે બતાવીશું, જેમને સૌથી વધુ વખત બદલવામાં આવ્યા.

Continues below advertisement

 

Continues below advertisement

42મો સુધારો 1976 અને 44મો સુધારો 1978

ઈમરજન્સી (કટોકટી) દરમિયાન આવેલો 42મો સુધારો ભારતના ઇતિહાસનો સૌથી મોટો ફેરફાર માનવામાં આવે છે. તેના દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ત્રણ નવા શબ્દો ઉમેરવામાં આવ્યા, સમાજવાદી, બિનસાંપ્રદાયિક (ધર્મનિરપેક્ષ) અને અખંડિતતા. આ જ સુધારા પછી દેશના નાગરિકો માટે મૂળભૂત ફરજો પણ નક્કી કરવામાં આવી.

આ પણ વાંચો...Independence Day 2026 :શું તમે જાણો છો, અંગ્રજો સામે પ્રથમ સ્વતંત્રતાનું આંદોલન ક્યારે અને કયાંથી શરૂ થયું હતું?

જમીનદારી પ્રથાને નાબૂદ કરવા માટે અને વિકાસ કાર્યો જેવા કે રસ્તા નિર્માણ, રેલ, પુલ વગેરે બનાવવા માટે સરકારને જમીનની જરૂર હોવાના કારણે સરકાર 44મો સુધારો લઈને આવી, જેનાથી મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી હટાવીને એક સામાન્ય કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો.

પંચાયતી રાજ 1992 અને RTI Act, 2002

73મા બંધારણીય સુધારા દ્વારા સરકારે મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાકાર કર્યું. આ હેઠળ ગામડાઓમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. આનાથી હવે ગામડાઓના વિકાસનો નિર્ણય સીધો ગ્રામજનો અને સરપંચ (મુખી)ના હાથમાં આવી ગયો, જેનાથી ભારતનું લોકશાહી જમીની સ્તર સુધી પહોંચી શક્યું.

86મા બંધારણીય સુધારા એટલે કે RTI ACT દ્વારા શિક્ષણને બાળકોનો કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો. આ કાયદા હેઠળ 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ સરકારની જવાબદારી બની ગઈ.

RTI 2005 અને GST 2016

RTI એટલે કે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ. આ કાયદાએ સરકારી કચેરીઓમાં છુપાયેલી ફાઈલોને સામાન્ય જનતા સમક્ષ લાવી દીધી. હવે આ કાયદા હેઠળ કોઈ પણ નાગરિક 10 રૂપિયાની પહોંચ કટોવીને સરકારના કોઈ પણ કામ કે ખર્ચની માહિતી માગી શકે છે. આણે દેશમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાનું કામ કર્યું.

101મા બંધારણીય સુધારા દ્વારા સરકારે દેશની આખી ટેક્સ વ્યવસ્થાને બદલી નાખી. પહેલા વેપારીઓને વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઈઝ ડ્યુટી જેવા ડઝનબંધ ટેક્સ આપવા પડતા હતા. જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કર આવ્યા પછી 'એક દેશ, એક ટેક્સ'નું સ્વપ્ન પૂરું થયું.

CAA અને નવો ઉપભોક્તા સંરક્ષણ કાયદો 2019

CAA તાજેતરના વર્ષોનો સૌથી ચર્ચિત કાયદો રહ્યો. આ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનના કારણે ભારત આવેલા હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને સરળતાથી ભારતની નાગરિકતા આપવાનો રસ્તો સાફ કરવામાં આવ્યો.

1986ના જૂના કાયદાને નવા ઉપભોક્તા સંરક્ષણ કાયદા (Consumer Protection Act) સાથે બદલવામાં આવ્યો, જેથી આ કાયદા દ્વારા ઈ-કોમર્સ કંપનીઓને પણ દાયરામાં લાવવામાં આવી. હવે ગેરમાર્ગે દોરતી જાહેરાતો બતાવતા સેલિબ્રિટીઝ અને ખરાબ સામાન વેચતી કંપનીઓ પર ભારે દંડની જોગવાઈ છે.

મહિલા અનામત બિલ અને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023

રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સરકારે 106મો બંધારણીય સુધારો કર્યો. આ ઐતિહાસિક કાયદા હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટો અનામત કરી દેવામાં આવી.

ઇન્ટરનેટ પર તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે, તે માટે સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદો લઈને આવી. હવે કોઈ પણ ટેક કે સોશિયલ મીડિયા કંપની તમારી મંજૂરી વગર તમારો ડેટા ન તો સ્ટોર કરી શકે છે અને ન તો વેચી શકે છે.