મધ્ય પ્રદેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 7000ને પાર, જાણો કયા શહેરમાં કેટલા લોકોના નિપજ્યાં મોત?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 May 2020 03:42 PM (IST)
મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાનો સિલસિલો યથાવત છે. દર્દીઓની સંખ્યા હવે 7000ની પાર પહોંચી ગઈ છે
મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાનો સિલસિલો યથાવત છે. દર્દીઓની સંખ્યા હવે 7000ની પાર પહોંચી ગઈ છે અને 305 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરેવામાં આવેલ બુલેટીન પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 165 દર્દીનો વધારો થયો છે અને કુલ સંખ્યા 7024 થઈ ગઈ છે. ઈન્દોરમાં 39 નવા દર્દીઓ સામે આવ્યા તેની સાથે 3103 પર આંકડો પહોંચ્યો છે. જ્યારે ભોપાલમાં દર્દીઓની સંખ્યા 1303 પહોંચી ગઈ છે. તો ઉજ્જૈનમાં દર્દીની સંખ્યા વધીને 601 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય બુલેટિન પ્રમાણે, રાજ્યમાં 24 કલાકમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યાં છે અને કોરોનાથી મોત નિપજેલા લોકોની સંખ્યા 305 થઈ ગઈ છે. અત્યાર સુધી ઈન્દોરમાં 117, ભોપાલમાં 49, ઉજ્જૈનમાં 54 દર્દીઓા મોત નિપજ્યાં છે. આ ઉપરાંત 24 કલાકમાં 118 દર્દીઓ સાજા થયા જ્યારે અત્યાર સુધી 3689 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આમાં સૌથી વધારે ઈન્દોરમાં 1484 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ભોપાલમાં 826 દર્દીઓ સ્વસ્થ થયા છે.