ત્રિપુરાએ શુક્રવારે પુષ્ટિ કરી કે પશ્ચિમ બંગાળને જીનો સિક્વેસિંગ માટે મોકલવામાં આવેલ 151 સેમ્પલ્સમાંથી 90થી વધારે સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામ સેમ્પલ્સમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે, જેથી કોરોનાની ત્રીજી લહેર આવાવની આશંકા વધારે દ્રઢ બની ગઈ છે. રાજ્યના મેડિકલ એક્સપર્ટ્સે આ વિશે જાણકારી આપી છે.


ત્રિપુરામાં કોવિડ-19ના એક નોડલ અધિકારી ડો. દીપ દેવ વર્માએ શુક્રવારે કહ્યું કે, “ત્રિપુરાએ પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેસિંગ માટે 151 આરટી-પીસીઆર સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી 90થી વધારે સેમ્પલ્સ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ માટે પોઝિટિવ મળી આવ્યા છે”. તેમણે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. આ પેહલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 174 જિલ્લામાં SARS-CoV-2 કોરોના વાયરસના ‘ચિંતાના પ્રકાર’ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તેમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાંથી છે.






ઉત્તર પ્રદેશના બે જિલ્લામાં મળી આવ્યા ડેલ્ટા પ્લસના કેસ


બુધવારે રાજ્યમાં બે અલગ અલગ જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસના એક-એક દર્દી મળી આવતા લોકો ફફડી ગયા છે. અપર મુખ્ય સચિવ (ચિકિત્સા તથા સ્વાસ્થ્ય) અમિત મોહન પ્રસાદે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે દર્દીઓ મળવાની પુષ્ટી કરી છે, આ દર્દીઓ રાજ્યમાં ગોરખપુર અને દેવરિયામાંથી મળ્યા છે. આમાંથી એકનુ મોત થઇ ગયુ છે.


ગોરખપુરની એમબીબીએસ વિદ્યાર્થીનિમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ


ગોરખપુરમાં રહેનારી 23 વર્ષની એમબીબીએસની વિદ્યાર્થીનિની અંદર ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. વિદ્યાર્થીનિ બીઆરડી મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીનિ 26 મેએ કોરોના પૉઝિટીવ નીકળી હતી, હાલ તેની હાલત સુધારા પર છે.


દેવરિયાના શખ્સનુ મોત


વળી, દેવરિયા જિલ્લાના રહેવાસી વૃદ્ધ વ્યક્તિનુ મોત થઇ ગયુ છે. વૃદ્ધની ઉંમર 66 વર્ષ હતી. વૃદ્ધ 17 મેએ કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. ઇલાજ માટે તેને બીઆરડી મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, પરંતુ વૃદ્ધના મોતથી પહેલા સેમ્પલને તપાસ માટે મોકલી દેવામાં આવ્યુ હતુ.