નવી દિલ્હીઃ સામાન્ય લોકો માટે ખરાબ સમાચાર છે. ઘરમાં વપરાતી ઇલેક્ટ્રૉનિક વસ્તુઓની કિંમતો હવે વધુ વધવાની છે. એટલે કે કોરોનાના કારણે પહેલાથીજ પરેશાન લોકોના પૉકેટ પર વધુ એક મોટો બોજો પડવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉન હટાવી દેવામાં આવ્યુ છે. ઘણાબધા દિવસો બાદ માર્કેટ ખુલી રહ્યું છે. પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પ્રૉડક્ટની કિંમત બહુ જલ્દી વધવાની છે. માનવામાં આવી રહ્યું છે કે ગરમી વધવાના કારણે ઘરમાં વપરાતી આ પ્રૉડક્ટ્સની માંગ પણ વધવાની છે. 


કેમ વધી રહી છે કિંમત- 
લૉકડાઉનના કારણે દેશમાં કેટલીય ફેક્ટરીઓ બંધ પડી હતી, આ કારણે કેટલીય વસ્તુઓનુ ઉત્પાદન નથી થઇ રહ્યું. આમાં કૉપર પણ છે. લૉકડાઉનમાં કૉપરનુ ઉત્પાદન પણ બંધ પડ્યુ હતુ. માંગમાં ઝડપથી વધારો આવ્યા બાદ કૉપરની કિંમતોમાં પહેલાથી જ વૃદ્ધિ થવાનુ નક્કી છે. આ તમામ વસ્તુઓમા કૉઇલ લાગેલી હોય છે, જેમાં કૉપરનો ઉપયોગ થાય છે. વિશેષણોનુ માનવુ છે કે લૉકડાઉન હટ્યા બાદ મોટા પ્રમાણમાં કૉપરનો ઉપયોગ કેટલીય વસ્તુઓમાં વધી જશે. આ કારણે આની માંગ સતત વધશે પરંતુ કૉપરનુ ઉત્પાદન સિમીત હશે. હવે ઉત્પાદન ઓછુ થશે અને માંગમાં ઝડપથી વધારો આવશે, તો આની સીધી અસર કિંમત પર પડશે. 


ઇલેક્ટ્રૉનિક સામાનોમાં મોટા પાયા પર થાય છે કૉપરનો ઉપયોગ- 
જે લોકો એ વિચારે છે કે કૉપરનો ઉપયોગ ફ્રીઝ, ટીવીમાં કેટલો થાય છે, તેમના માટે એ જાણવુ જરૂરી છે કે દેશમાં અડધાથી વધુ કૉપરનો ઉપયોગ ઇલેક્ટ્રૉનિક વસ્તુઓમાં થાય છે. કુલ કૉપરમાં 65 ટકા કૉપરનો ઉપયોગ ઇલેક્ટ્રૉનિક સામાનોમાં થાય છે. આ પછી 25 ટકા કન્સ્ટ્રક્શનમાં, 7 ટકા ટ્રાન્સપોર્ટ વર્કમાં અને 3 ટકા અન્ય સેક્ટરોમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લૉકડાઉન ખુલ્યા બાદ ચીનમાં કૉપરની કિંમતોમાં ઝડપથી વધારો થયો છે. આવામાં ભારત પણ કૉપરની કિંમતોમાં ઝડપથી વધારો થવાની સંભાવના પુરેપુરી છે.