Jammu Kashmir : જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકવાદીઓએ અનંતનાગમાં ટેરિટોરિયલ આર્મી (TA)ના જવાનોનું અપહરણ કર્યું છે. આ જવાનોને અનંતનાગના જંગલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. અપહરણ કરાયેલા બે જવાનો પૈકી એક બચીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. સેનાએ કહ્યું છે કે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જે જવાન ભાગવામાં સફળ રહ્યો હતો તેને સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.






ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જવાનને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.


આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. વાસ્તવમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન સમર્થક સંગઠનો ચૂંટણી સફળ રહેતા ગુસ્સામાં છે. આ પછી અહીં આતંકવાદી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.


વર્ષ 2020માં પણ આતંકવાદીઓએ આવું જ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. તે સમયે ટેરિટોરિયલ આર્મીના સૈનિક શાકિર મંજૂર વાગેનું કાશ્મીરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના પાંચ દિવસ બાદ પરિવારને ઘર પાસે શાકીરના કપડા મળ્યા હતા. આ ઘટના 2જી ઓગસ્ટે બની હતી. 24 વર્ષીય શાકિર વાગે દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો.


એક વર્ષ બાદ શાકિરનો મૃતદેહ મળ્યો હતો


આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. શાકિર બકરીદ પર પોતાના ઘરે ગયો હતો. અપહરણની સાથે આતંકવાદીઓએ સૈનિકની કારને પણ સળગાવી દીધી હતી. શાકિર દક્ષિણ કાશ્મીરના બાલાપુરમાં 162-TAમાં પોસ્ટેડ હતો. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. એક વર્ષ બાદ સપ્ટેમ્બરમાં શાકિરનો મૃતદેહ મળી આવ્યો હતો.


460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા