મુંબઇઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેએ સરકાર પાસે અર્ધસૈનિક દળોને રાજ્યમાં મોકલવાની માંગ કરી હતી, જેને કેન્દ્ર સરકારે માની લીધી છે. આજે ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે જલ્દી મહારાષ્ટ્રને વધારાનુ કેન્દ્રીય અર્ધસૈનિક દળોની ટુકડીઓ મોકલવામાં આવશે.
મહારાષ્ટ્રામાં કોરોનાના કેસો અટકવાનુ નામ નથી લઇ રહ્યાં, મહારાષ્ટ્ર પોલીસના કેટલાય પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, અને ઇદ પણ નજીક છે, કાયદો વ્યવસ્થાને સાચવી રાખવા માટે, આ બધાને ધ્યાનામાં રાખીને ઉદ્ધવ ઠાકરે સરકારે કેન્દ્ર પાસે વધારાની અર્ધસૈનિક ટીમો મહારાષ્ટ્રમાં ઉતરાવાની માંગ કરી હતી.
રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કેન્દ્ર સરકારને પત્ર લખીને પોલીસની મદદ માટે રાજ્યમાં વધુ 20 કેન્દ્રીય અર્ધસૈનિક દળોને (સીઆરપીએફ) ઉતારવાની માંગ કરી હતી.
અનિલ દેશમુખે કહ્યું કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે કરવામાં આવેલા લૉકડાઉનના પાલન માટે પોલીસ દિવસ રાત મહેનત કરી રહી છે. પોલીસ કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, અને ઇદ પણ નજીક આવી રહી છે. જેના કારણે પોલીસના કામના બોઝને હળવો કરવા માટે કેન્દ્ર અર્ધસૈનિક દળોની મદદ કરે. હવે આ વાતને કેન્દ્ર સરકારે માની લીધી છે.
Coronavirus: કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારની અરજી મંજૂરી કરી, રાજ્યમાં અર્ધસૈનિક દળોની ટુકડીઓ ઉતારવામાં આવશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 May 2020 02:48 PM (IST)
રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કેન્દ્ર સરકારને પત્ર લખીને પોલીસની મદદ માટે રાજ્યમાં વધુ 20 કેન્દ્રીય અર્ધસૈનિક દળોને (સીઆરપીએફ) ઉતારવાની માંગ કરી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -