ભારતમાં દરેક નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. પાંચ વર્ષથી નીચેના બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવવામાં આવે છે, જેને બાલ આધાર કાર્ડ કહેવાય છે. જોકે આ માટે અરજી માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.


વાસ્તવમાં, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે આધાર જારી કરતી સંસ્થાએ બાળકો માટે જારી કરવામાં આવતા આધાર કાર્ડમાં કેટલાક ખાસ ફેરફારો કર્યા છે. બાળકોના માતાપિતા હવે બાળકના આધાર કાર્ડ માટે જન્મ પ્રમાણપત્ર અથવા તો હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી સ્લિપ સબમિટ કરીને અરજી કરી શકે છે.


UIDAI એ બાયોમેટ્રિક્સની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય કર્યો


તમને જણાવી દઈએ કે, બાલ આધાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવે છે. જો કે, નિયમો અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે આંખોની રેટિના અને હાથની આંગળીઓના ફિંગરપ્રિન્ટ આપવાની જરૂર રહેશે નહીં. UIDAI એ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક્સની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય કર્યો છે. હવે જ્યારે બાળક પાંચ વર્ષનું થશે ત્યારે જ તેની જરૂર પડશે. તે જ સમયે, આ પછી બાળકનું કાર્ડ સામાન્ય આધાર કાર્ડ જેવું હશે.


અરજી માટે આ વસ્તુઓ જરૂરી રહેશે


અરજી દરમિયાન તમારે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, નરેગા જોબ કાર્ડ, રેશન કાર્ડની જરૂર પડશે.


બાળ આધાર માટે કેવી રીતે અરજી કરવી


સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ પર જાઓ


અહીં તમારે આધાર કાર્ડ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવો પડશે અને બાળકને લગતી માહિતી ભરવી પડશે


સરનામું, વિસ્તાર, રાજ્ય દાખલ કરો અને અરજી સબમિટ કરો


રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે એપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો


નક્કી કરેલી તારીખે જઈને બાળકનું આધાર કાર્ડ બનાવી લેવું.