Ujjain Mahakal Temple Stampede: મહાકાલ મંદિરના ઉપરના માળે આવેલા શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે લાગેલી લાઈનમાં સોમવારે હરસિદ્ધિ મંદિર ચોક નજીક અફરાતફરી મચી ગઈ. બેરિકેડિંગની અંદર DP નજીક કરંટ ફેલાવાની અફવા બાદ દર્શન માટે લાઈનમાં ઊભેલા લોકોમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે ચરક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ઈજાગ્રસ્તોમાં હિન્દુ બાઈ રહેવાસી ઢાંચા ભવન ઉજ્જૈન, સાગર પુત્ર મનીષ ઉંમર 19 વર્ષ રહેવાસી કિશનપુરા ઉજ્જૈન, લક્ષ્મીબાઈ રહેવાસી ઢાંચા ભવન ઉજ્જૈન, અનસૂયા અને તેની માતા મમતા બંને રહેવાસી ગંજબાસોદા, હરિશ્ચંદ્ર રહેવાસી ગામ સિલવાસા, વાપી ગુજરાત, સોનમ ઉંમર 18 વર્ષ રહેવાસી ગ્વાલિયર, સુજીત કુમાર રહેવાસી દરભંગા બિહાર, ખુશી રહેવાસી ગ્વાલિયર તથા તુલસી અને તેની માતા રેખા બાઈ બંને રહેવાસી વલસાડ ગુજરાત સામેલ છે.
આ પણ વાંચો...NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
પગમાં ગંભીર ઈજા પહોંચી
ભાગદોડ દરમિયાન બેરિકેડ્સ સાથે અથડાવાને કારણે હરિશ્ચંદ્રના પગમાં ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોની ચરક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘટના બાદ થોડા સમય માટે દર્શન વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. સ્થળ પર હાજર પોલીસ અને વહીવટી તંત્રે સ્થિતિ સંભાળી લીધી હતી. હાલમાં દર્શન વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે.
ભીડનું દબાણ વધતાં અનેક શ્રદ્ધાળુઓની તબીયત લથડી હતી. લોકો પડી જવા અને બેભાન થઈ જવાના અહેવાલો પણ મળ્યા હતા. ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ શ્રદ્ધાળુઓને ભીડમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, આ ઘટનામાં 13 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
શ્રાવણ મહિનાના સોમવારે, ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વર મંદિરના વિશેષ દર્શન માટે વહેલી સવારથી જ મંદિર વિસ્તારમાં ભારે ભીડ ઉમટી પડી હતી. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં આશરે 5.50 લાખ ભક્તોએ પ્રાર્થના કરી છે. નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા વર્ષમાં ફક્ત એક જ વાર ખુલતા હોવાથી, આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉજ્જૈન આવે છે.
