Russia Ukraine War: સોમવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ (kiev) સહિત અનેક શહેરોમાં મિસાઈલ હુમલા કર્યા હતા. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાએ (Ukraine Russia) તેમના પર કુલ 75 મિસાઇલો છોડી હતી, જેમાં ઘણા નાગરિકોના મોત થયા હતા. યુક્રેનમાં થયેલી આ હિંસા પર ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી છે.

Continues below advertisement

વિદેશ મંત્રાલયના પ્રવક્તા (MEAIndia) અરિંદમ બાગચીએ (Arindam Bagchi) કહ્યું કે, ભારત (India) યુક્રેનમાં વધી રહેલી હિંસાથી ચિંતિત છે, ખાસ કરીને જે રીતે ત્યાં નાગરિકોની હત્યા થઈ છે અને રહેણાંક વિસ્તારોમાં મિસાઈલ હુમલા થયા છે. ભારતે ફરીથી કહ્યું છે કે, હિંસા કોઈના પક્ષમાં નથી. હિંસા ખતમ કરીને તમામ પક્ષોએ વાતચીત અને કૂટનીતિના માર્ગે આવવું જોઈએ. ભારત શાંતિ માટેના તમામ પ્રયાસોને સમર્થન અને મદદ કરવા તૈયાર છે.

'સાર્વભૌમત્વનું સન્માન કરો'

Continues below advertisement

રશિયા અને યુક્રેન યુદ્ધની શરૂઆતથી, ભારત કહે છે કે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ યુએન ચાર્ટર અને તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના સન્માનના સિદ્ધાંત દ્વારા સંચાલિત થશે. ભારતના વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, દરેક દેશે એકબીજાની સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ.

વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરીઃ

ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, યુક્રેનમાં યુદ્ધની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ યુક્રેન અને તેની અંદર કોઈપણ જગ્યાએ બિનજરૂરી મુસાફરી-પ્રવાસ કરવાનું ટાળો.

ભારતીય નાગરિકોને શું સલાહ આપવામાં આવી?

ભારતીય દૂતાવાસે કહ્યું કે, યુક્રેનમાં રહેતા લોકોએ ભારત સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલી સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવું જોઈએ. ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યુક્રેનમાં તેમની હાજરીની સ્થિતિ વિશે ભારતીય દૂતાવાસને માહિતગાર કરે જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે ભારતીય દૂતાવાસ તેમના સુધી પહોંચી શકે.