Umesh Pal Case: પ્રયાગરાજની વિશેષ એમપી-એમએલએ અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. 17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ સહિત 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.
કોર્ટે બાહુબલી અતીક અહમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને ઉંમર કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. અતીક અહમદને IPCની કલમ 364A સહિત અનેક કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે અતીક અહમદના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રયાગરાજ કોર્ટના નિર્ણયથી અતીક અહેમદને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેના જીવને ખતરો છે. વકીલે કોર્ટ પાસે રક્ષણ માંગ્યું હતું. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. આ કોર્ટનો મામલો નથી. તમે હાઈકોર્ટમાં જાવ. રાજ્ય સુરક્ષાનું ધ્યાન રાખશે.