Bridge Collapses: બિહારમાં એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. ગંગા નદી પર નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થયો છે. આ પુલ અગુવાની સુલતાનગંજ પુલ ખાગરિયા અને ભાગલપુર જિલ્લાઓને જોડશે.







ભાગલપુર-સુલતાનગંજમાં બની રહેલા અગુવાની પુલના તુટી જવાનો વીડિયો સામે આવ્યો છે. થોડી જ વારમાં આખો પુલ ગંગા નદીમાં ડૂબી ગયો હતો. નવાઈની વાત એ છે કે બે વર્ષ પહેલા પણ આ પુલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.


સિંગલા એન્ડ સિંગલા કંપની બ્રિજ બનાવી રહી હતી


બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ઘાટ વચ્ચે ગંગા નદી પર નિર્માણાધીન ફોર લેન પુલ ફરી એકવાર તૂટી પડ્યો છે. નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર નદીમાં પડી ગયું હતું. 30 થી વધુ સ્લેબ એટલે કે ઘણા થાંભલાઓનો 100 ફૂટ લાંબો ભાગ તૂટી પડ્યો છે. ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં બનેલો આ પુલ ખગડીયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે.


 






કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ 1717 કરોડના ખર્ચે બની રહ્યો હતો. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે આ નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ  ક્ષતિગ્રસ્ત થયો હતો. ભાગલપુરના અગુવાની ઘાટ-સુલતાનગંજ વચ્ચે બની રહેલા ગંગા પુલનો મોટો ભાગ ગંગામાં ડૂબી ગયો છે.


બ્રિજનું સુપર સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું


વીડિયોમાં જોઈ શકાય છે કે નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું છે. જો કે પુલ તૂટી પડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજના ત્રણ પિલરની ઉપર બનેલ સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું. જો કે, આ દુર્ઘટનામાં કોઈને જાનહાની થયાના સમાચાર નથી.