S Jaishankar Unheard Story: વિદેશમંત્રી એસ જયશંકરે આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસને સણસણતો જવાબ આપ્યો હતો. આ માટે તેમણે પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સમયેની ઘટનાઓનો સહારો લીધો હતો. જયશંકરના પિતા કે જેઓ એક બ્યુરોકેટ્સ હતા તેમની સાથે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દ્વારા કરવામાં આવેલા અન્યાયને લઈ પહેલીવાર ખુલાસો કરી જોરદાર જવાબ આપ્યો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકર બ્યુરોકેટ્સ પરિવારમાંથી આવે છે. 2019માં તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા. આ પદ મેળવવું તેના માટે ખુબ જ આશ્ચર્યજનક હતું. જયશંકરના પિતા ડૉ, કે સુબ્રમણ્યમને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સચિવ (રક્ષા ઉત્પાદન) પદ પરથી હટાવી દીધા હતા. ઈન્દિરાએ 1980માં સત્તામાં આવતાની સાથે જ આ પગલું ભર્યું હતું. રાજીવ ગાંધીના કાર્યકાળમાં પણ તેમની સાથે અન્યાય થયો હતો. તેમના બદલે તેમને તેમના કરતા જુનિયર કેબિનેટ સચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જયશંકરે પોતે વર્ષો જુની કહાની કહી સંભળાવી હતી અને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વળતા પ્રહાર કર્યા હતાં.
જયશંકર વિદેશ સેવાથી રાજકીય કોરિડોર સુધીની તેમની સફર વિશે વાત કરી હતી. એક ખાસ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, તે હંમેશા સારા ઓફિસર બનવા માંગતા હતા. તેમને વિદેશ સચિવના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ હતા. તેમના પિતાનું નામ કે સુબ્રમણ્યમ હતું. 2011માં તેમનું નિધન થયું હતું. તેમની ગણતરી દેશના જાણીતા રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનાકાર તરીકે કરવામાં આવતી હતી.
જયશંકરે જુની વાતને ઉખેળતા કહ્યું હતું કે, હું શ્રેષ્ઠ વિદેશ સેવા અધિકારી બનવા માંગતો હતો. મારા મનમાં શ્રેષ્ઠનો અર્થ વિદેશ સચિવના હોદ્દા સુધી પહોંચવાનો હતો. મારા પિતા પણ સેક્રેટરી હતા. પરંતુ તેમને હટાવી દેવામાં આવ્યા હતાં. 1979માં જ્યારે તેઓ જનતા સરકારમાં સચિવ બન્યા ત્યારે તેઓ કદાચ સૌથી યુવા સચિવ હતા.
ઇન્દિરાએ સત્તામાં આવતાં જ પિતાને હટાવી દીધા
વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 1980માં તેમના પિતા સચિવ (રક્ષા ઉત્પાદન) હતા. 1980માં જ્યારે ઈન્દિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા ત્યારે તેમના પિતા પહેલા સચિવ હતા જેમને હટાવવામાં આવ્યા હતાં. તે સમયે તે સંરક્ષણ બાબતોમાં સૌથી વધુ માહિતી ધરાવતાન વ્યક્તિ હતા. તેઓ સિદ્ધાંતો પર ચાલનારા વ્યક્તિ હતા. કદાચ આ જ બાબત તેમના માટે સમસ્યા બની ગઈ. તેઓ ફરી ક્યારેય સેક્રેટરી બની શક્યા નહીં. રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન તેમના બદલે તેમનાથી જુનિયરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તે વ્યક્તિ કેબિનેટ સચિવ બની ગયો. આ વાતે તેમને ખૂબ જ લાગી આવ્યું. જોકે, પરિવારજનોએ આ અંગે કંઈ જ કહ્યું નહીં. પરંતુ જયશંકરના મોટા ભાઈ સેક્રેટરી બન્યા ત્યારે તેમના પિતાની છાતી ગર્વથી ગદગદ થઈ ગઈ હતી.
પિતાના અવસાન બાદ જયશંકર સેક્રેટરી બન્યા હતા
જયશંકરે જણાવ્યું હતું કે, પિતાના અવસાન બાદ તેઓ સચિવ બન્યા. તે ગ્રેડ 1માં સેક્રેટરી જેવુ જ હતું. પરંતુ ત્યાં કોઈ સચિવ નહોતું. બાદમાં જયંશકરે આ લક્ષ્ય હાંસલ કર્યું. ત્યાર બાદ તેમની સામે જે રાજકીય તક આવી તે માટે પણ તેઓ તૈયાર નહોતા.
જયશંકરે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને 2019 માં કેબિનેટનો ભાગ બનવા માટે બોલાવ્યા હતા તે સમય વિશે પણ વાત કરી હતી. જયશંકરે કહ્યું હતું કે, તે એકદમ જ અવિશ્વસનીય હતું. તેમણે જીવનભર રાજકારણીઓને જોયા હતા. પરંતુ તે પોતે આ રોલમાં આવશે તેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું ક નહોતું. તેઓ સંસદ સભ્ય પણ ન હતા. તેમ છતાંયે તેમની પસંદગી કરવામાં આવી હતી.
જયશંકર 1977માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે, તેમના વિષે તેમની પાર્ટી અને અન્ય પાર્ટીઓના લોકો શું કરી રહ્યા છે તેની તેઓ ખાસ ધ્યાન રાખે છે. તેઓ રાજ્યસભામાં ગુજરાતમાંથી ભાજપના સભ્ય છે. તેમણે કેબિનેટ મંત્રી તરીકેના તેમના ચાર વર્ષના કાર્યકાળને ખૂબ જ રસપ્રદ ગણાવ્યો હતો.