પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારે નિર્ણય લીધો છે કે, લક્ષ્મી વિલાસ બેન્કનું ડેવલપમેન્ટ ઓફ ઈન્ડિયા લિમિટેડમાં મર્જર કરવામાં આવશે. ઉપરાંત ખાતાધારકો દ્વારા તેમના એકાઉન્ટમાંથી ઉપાડ પર હવે કોઇ પ્રતિબંધ રહેશે નહીં.
સરકારે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે એનઆઇઆઇએફની માટે 6 હજાર કરોડ ઠાલવવાની જાહેરાત કરી છે. તેની જાહેરાત નાણાંપ્રધાન નિર્મલા સિતારમને આત્મનિર્ભર ભારત પેકેજ-2.0માં કરી હતી.
ભારતીય રિઝર્વ બેન્કે 17 નવેમ્બરે દક્ષિણ ભારત કેન્દ્રીત લક્ષ્મી વિલાસ બેન્કને એક મહિનાના મોરેટોરિયમમાં મુકી હતી. આરબીઆઈએ બેન્કને આદેશ આપ્યો હતો કે આગામી એક મહિના સુધી બેન્કમંથી કોઈ ગ્રાહક 25 હજારથી વધુનો ઉપાડ કરી શકશે નહીં. આરબીઆઈના આ નિર્ણયની અસર બેન્કના શેરો પર પણ જોવા મળી રહી છે.