કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ લોકસબામાં કહ્યું કે, અમેરિકાના રસ્તા એટલા માટે સારા નથી કે અમેરિકા અમીર છે. અમેરિકા અમીર છે કારણ કે અમેરિકી સડકો સારી છે. ભારતને સમૃદ્ધ બનાવવા માટે હું સુનિશ્ચિત કરુ છું કે ડિસેમ્બર 2024 પહેલા ભારતના રસ્તાઓ અમેરિકા જેવા થઈ જશે. નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાનો સામનો કરવા અને રસ્તાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા 62 હજાર કરોડ રૂપિયાની પરિયોજના ઉપર કામ ચાલી રહ્યું છે.


નીતિન ગડકરીએ એરોપોર્ટ જવા માટે પહેલા કેવી ટ્રાફીકનો સામનો કરવો પડતો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અને પ્રુદુષણને ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અને વિભાગ દિલ્હીમાં પ્રદુષણનો સામનો કરવા માટે 62 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જેમાં શહેરની બહાર રિંગ રોડ અને અન્ય સડકોનું નિર્માણ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે અત્યારે દિલ્હીથી મેરઠ જવા માટે માત્ર 40 મિનિટ લાગે છે પહેલા 4 કલાક લાગતા હતા.


તેમણે કહ્યું કે અમારુ લક્ષ્ય નિર્માણનો ખર્ચ ઓછો કરવાનું છે અને ગુણવત્તાને સારી કરવાનું છે. હાલમાં પ્રતિદિવસ 38 કિમીની દરથી રોડ બનાવવામાં આવી રહ્યા છે જે એક રેકોર્ડ છે. તેમણે આ પણ સ્પષ્ટતા કરી કે  આ મામલે સડકની લંબાઈ તે જ પ્રમાણે માપવામાં આવે છે જે રીતે યૂપીએ સરકારમાં માપવામાં આવતી હતી.


ગડકરીએ કહ્યું કે, આજે દેશની સૌથી મોટી સમસ્યા લોજિસ્ટિક છે, રશિયા અને યુક્રેન યુ્દ્ધના કારણે કાચા તેલના ભાવ ફરી વધી ગયા છે અને તેના કારણે વસ્તુઓના ભાવ પણ વધી ગયા છે. તેમણે કહ્યું કે, લોજિસ્ટિકનો ખર્ચ ચીનમાં 8થી 10 ટકા છે જ્યારે અમેરિકા અને યૂરોપિયન દેશોમાં આ 12 ટકા છે. તેમણે કહ્યું કે ઓછી અંતરના માર્ગો  બનવાથી કોઈ ટ્રક જો દિલ્હીથી મુંબઈ 50 કલાકની જગ્યાએ 22 કલાકમાં પહોંચી જશે તો સમય બચશે અને ડીઝલ પણ. 


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, યાત્રામાં ઓછો સમય લાગવાથી તેલની બચત થાય છે અને પ્રદુષણ પણ ઘટે છે, આપણે આત્મનિર્ભર ભારત બનાવવા માટે નિકાસ વધારવી પડશે અને તેના માટે આંકરરાષ્ટ્રીય બજારમાં પ્રતિસ્પર્ધી બનવું પડશે અને લોજિસ્ટિકનો ખર્ચ ઓછો કરવો પડશે. આ દિશામાં ગ્રીન એક્સપ્રેસ હાઈવેથી જામ ઓછો થશે. લોજિસ્ટિક ખર્ચ ઓછો થશે અને તેલની બચત થશે. તેમણે વધુંમાં કહ્યું કે આવા 22 ગ્રીન એક્સપ્રેસ હાઈવે બની રહ્યા છે.