Education Loan Information:
Calculate Education Loan EMIઅનલોક 5માં સ્કૂલ-કોલેજો ખોલવાને લઈ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શું આપ્યો નિર્દેશ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2020 07:24 AM (IST)
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ અને કોચિંગ સંસ્થા 15 ઓક્ટોબર બાદ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સીટિંગ કેપેસિટીની 50 ટકા ક્ષમતાથી આ ખોલી શકાશે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ અને કોચિંગ સંસ્થા 15 ઓક્ટોબર બાદ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. સ્કૂલ, સિનેમાં હોલ માર્ચ મહિનાથી બંધ છે. હવે અનલોક 5માં શરતો સાથે તેમને ખોલવાની અનુમતિ આપવામાં આવી છે. અનલોક 5માં સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત છે. પરંતુ હજી પણ ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ કરવામાં આવી છે. સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી. વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે. હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, તેનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે. સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે. પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબ-પ્રયોગકાર્યને મંજૂરી આપવામાં આવી છે.