ઉન્નાવઃ ઉન્નાવમાં હિન્દુસ્તાન પેટ્રૉલિયમ પ્લાન્ટમાં એક મોટી દૂર્ઘટના સર્જાઇ છે. વાલ્વ લીક થવાના કારણે મોટા ધડાકા સાથે ટેન્ક ફાટી ગઇ છે. બ્લાસ્ટ બાદ પ્લાન્ટમાં ભાગદોડ મચી ગઇ છે. હાલમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે, કામ કામગીરી શરૂ કરી દીધી છે.


હાલ, આ દૂર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે, તે અંગે કોઇ માહિતી મળી નથી. લખનઉથી પણ ફાયર બ્રિગેડની કેટલીક ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચવા રવાના થઇ છે.


પ્લાન્ટની આસપાસ ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવતા અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. હાલમાં પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્લાન્ટમાં લીકેજ બંધ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામા આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.