ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને પગલે બુધવારે અલગ અલગ ગામોમાં દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત કુલ 7 લોકોના મોત નીપજ્યા છે. સીતાપુરમાં વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં દીવાલ પડતાં કુલ સાત લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધા છે.
બુધવારે સવારે માનપુરમાં દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. જેને પગલે આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
સીતાપુરના DM ભારદ્વાજે આ જાણકારી આપતા કહ્યું કે સમગ્ર જિલ્લામાં અલગ અલગ ત્રણ જગ્યાએ દીવાલ અને મકાન ધરાશયી થવાની ઘટના બની હતી. જેમાં કુલ સાત વ્યક્તિઓના મોત થયા છે. જેમાં કુલ 2 વ્યક્તિ ઘાયલ થયા છે. ઘાયલોમાં 1 વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને એક વ્યક્તિને સારવાર કરી ડિસ્ચાર્જ કરી દેવાાયા છે.
માનપુર વિસ્તારમાં દીવાલ પડી જતાં ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનામાં એક 50 વર્ષીય મહિલા અને બીજા ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યાં. બાળકોમાં શૈલેન્દ્રની ઉંમર 10 વર્ષ, શિવની ઉંમર 8 વર્ષ અને સુમનની ઉંમર માત્ર 2 વર્ષની જ હતી. આ ત્રણેય બાળકોના મોત થયા છે.
Earthquake: 3 કલાકમાં 3 રાજ્યોમાં ભૂકંપના આંચકા આવ્યા, રાજસ્થાનના બીકાનેરમાં સૌથી વધુ તિવ્રતા
નવી દિલ્લીધ આજે દેશમાં અનેક જગ્યાએ ભૂકંપની આંચકા અનુભવાયા હતા. દેશમાં રાજસ્થાન, લદ્દાખ અને મેઘાલય ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યા હતા. ભૂકંપને પગલે સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે દેશના બે રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેલી સવારે ધરતી ધ્રુજી હતી. જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા.
આજે સવારે 3 વાગ્યે રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, આ ત્રણેય સ્થળોએથી હજી સુધી કોઈ નુકસાન થયું નથી. મેઘાલયમાં મોડી રાતે 2.10 વાગ્યે પ્રથમ વખત ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી.
સૌથી વધુ ભૂકંપની તીવ્રતા રાજસ્થાનના બીકાનેરમાં હતી. સવારે 5.24 વાગ્યે બીકાનેરમાં ભૂકંપ આવ્યો હતો. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. મેઘાલયમાં રાતે 2.10 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા 4.1 નોંધાઈ હતી. બીજી તરફ લદાખમાં સવારે 4.57 વાગ્યે લેહમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
આ પહેલા રવિવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 3.9ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 12.43 મિનિટે ભૂંકપના આંચકા આવ્યા હતા. જે કચ્છથી 19 કિ.મી. દૂર ઉત્તર-પૂર્વ ભચાવમાં 14.2 કિ.મી. અંદર તેનું કેન્દ્ર હતું. અહીં શનિવારે 1.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.