લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે વિપક્ષના હંગામા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એકદમ આક્રમક દેખાયા. તેમને પોતાના નિવેદન પર વિપક્ષના દરેક સવાલોના જવાબો આપ્યા, આ દરમિયાન તેમને એક શાયરી પણ વાંચી જે હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે નેતા સદન મુખ્યમંત્રીએ લગભગ એક કલાકના ઉદબોધનમાં પોતાના ધારાસભ્યોની જબરદસ્ત પ્રસંશા કરી અને વિપક્ષ પર કટાક્ષ કર્યો. યોગીએ કહ્યું - મને શ્લોક આવડે છે, શાયરી નહીં... જોકે, તેમને વિધાનસભમાં પહેલીવાર એક શેર શાયરી પણ વાંચી.

યોગી આદિત્યનાથે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અને સપા એક એક ખાનને બચાવવાનુ અભિયાન ચલાવી રહ્યું છે, આ એક વાક્યને લઇને આખુ ગૃહ ટેબલ અને તાળીઓ વગાડવા લાગ્યુ હતુ.



કોંગ્રેસ-સપા પર કટાક્ષ કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પહેલીવાર એક શાયરી વાંચી, તેમને કહ્યું- હું શ્લોક જાણુ છુ, શાયરી નહીં. પરંતુ આજે એટલુ જરૂર કહીશ કે ચમને ચીંખવામા કેટલાક પાંદડા ખરી પડ્યા હશે. આરોપ લગાવી રહ્યા છે અમારા પર બેવફાઇનો. ચમનનો રગદોળી નાંખ્યુ, જેમને પોતાના પગ નીચે, તે જ દાવો કરી રહ્યાં છે આ ચમનના સૌંદર્યનો.

યોગી આદિત્યનાથે વિધાનસભામાં સપા-કોંગ્રેસ બન્ને પક્ષોને જબરદસ્ત રીતે કટાક્ષો કરીને જવાબો આપ્યા હતા.