UP Assembly Election 2022: ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદે બીજેપી વિરુદ્ધ મોરચો ખોલી નાંખ્યો છે. તેમને ગોરખપુર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આ બેઠક પરથી સીએમ યોગી આદિત્યનાથ મેદાનમાં છે. 


ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ પણ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઇ રહ્યાં છે. તે વર્ષ 2017માં મુખ્યમંત્રી બન્યા પહેલા લોકસભા સભ્ય હતા. યોગી 1998માં પહેલીવાર ગોરખપુર (Gorakhpur)થી લોકસભા સાંસદ બન્યા હતા. તે સતત પાંચ વાર ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા, પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ તેમને વિધાન પરિષદનો રસ્તો અપનાવ્યો હતો. 


ચંદ્રશેખર આઝાદે કહ્યું કે તેમની પાર્ટી કેટલાક લોકોની સામે પોતાનો ઉમેદવાર નહીં ઉતારે, જેમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (પ્રસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના મુખિયા અને ઓમપ્રકાશ રાજભર, રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી અને સ્વામી પ્રસાદ મૌર્યના નામ સામેલ છે. તેમેન કહ્યું કે જો અખિલેશ યાદવ ચૂંટણી લડે છે તે પાર્ટી તેમની સામે ઉમેદવાર નહીં ઉતારે.




આઝાદ સમજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે મંગળવારે કહ્યું હતું કે જો સમાજવાદી પાર્ટી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેને 100 બેઠકો પણ આપશે તો, તેની સાથે તે ગઠબંધન નહીં કરે. આઝાદ સમાજ પાર્ટીના પ્રમખ ચંદ્રશેખર આઝાદે ગ્રેટર નોઇડામાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે તેમની પાર્ટી ઉત્તરપ્રદેશમાં એકલી ચૂંટણી લડશે અને તેમને સમાજવાદી પાર્ટી સાથે વાત ના બન્યા બાદ આ ફેંસલો કર્યો છે. 


આ પણ વાંચો.........


વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે


ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે


GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર


IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.


ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા


Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો