UP Election 2022:  કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ (SP Singh Baghel) કરહાલ બેઠક પરથી અખિલેશ યાદવ સામે ચૂંટણી લડશે. બઘેલે આજે મૈનપુરી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલ આગ્રાના સાંસદ છે. એસપી સિંહ બધેલે સમાજવાદી પાર્ટી સાથે રાજનીતિની શરૂઆત કરી ત્યારબાદ 2009માં બસપામાં ગયા જ્યાં તેઓ 2014 સુધી રહ્યા. 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા.


અખિલેશ યાદવે પણ આજે કરહાલથી ઉમેદવારી નોંધાવી છે. અખિલેશ યાદવે કહ્યું કે આ 'નોમિનેશન' એક 'મિશન' છે કારણ કે આ ચૂંટણી રાજ્ય અને દેશનો આગામી સદીનો ઈતિહાસ લખશે. કરહાલ વિધાનસભા મતવિસ્તાર મૈનપુરી સંસદીય મત વિસ્તારનો એક ભાગ છે જેનું પ્રતિનિધિત્વ સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ કરે છે.


અખિલેશે કહ્યું, “આ વિસ્તાર ઘરની ખૂબ નજીક છે, તે ઘર છે, નેતાજી અને સમાજવાદી પાર્ટીનો અહીંથી ઘણો જૂનો સંબંધ છે અને અહીંના લોકોએ સમાજવાદી પાર્ટી સાથે ઉભા રહીને સકારાત્મક રાજનીતિને આગળ ધપાવી છે. હું આશા રાખું છું કે જેઓ નકારાત્મક રાજકારણ  કરે છે. આ ચૂંટણીમાં  લોકો તેમને ઉત્તર પ્રદેશમાંથી હટાવી દેશે.


અખિલેશ યાદવે પોતાની ભાવનાત્મક અપીલમાં કહ્યું કે, “હું આ ચૂંટણી લોકો પર છોડી દઉં છું, કારણ કે મારે અન્ય  જગ્યાએ જવું છે, તેથી હું લોકોને અપીલ કરું છું કે તેઓ માત્ર કરહાલથી જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટીને દરેક ક્ષેત્રમાં તક આપે. સપા વિકાસ, રાજ્યને સમૃદ્ધિ અને પ્રગતિના પંથે લઈ જશે.


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ