શેરીને ઔપચારિક રીતે દત્તક લેવામાં આવ્યો અને તેમને એક નવજીવન મળ્યું. અમેરિકાના પેનસિલ્વેનિયામાં શ્વાન 'શેરી'ને એક નવું ઘર મળી ગયું. શેરીના જીવનની આ હૃદયસ્પર્શી કહાણી છે. 


લગભગ નવ મહિનાના આંધળા શ્વાસની હૃદયસ્પર્શી કહાણી સામે આવી છે. આ કહાણીમાં એક યુવતીના અથાક પ્રયાસના કારણે  અમેરિકાના  પેનસિલ્વેનિયામાં આ શ્વાનનું સુંદર ઘર મળી ગયુ છે. એક રિપોર્ટ મુજબ  એક આશ્રય નામના  એક એનજીઓને ફેબ્રઆરી મહિનામાં  એક શ્વાસના રેસ્કયૂ માટે ફોન આવ્યો હતો. શ્વાનના શરીરનો મોટાભાગનો હિસ્સો બળી ગયો હતો. તેની શરીર પર અનેક ઇજાના નિશાન હતા.. 


એનજીએ ચલાવનાર મીની ખરે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી. શેરી નામના શ્વાનને  તેમની સંસ્થામાં  લાવી અને તેનો ઇલાજ શરૂ કર્યો. મીનીએ જણાવ્યું કે, અમે તેનો ઇલાજ કર્યો પરંતુ ત્યારબાદ તેના માટે ઘર શોધવાની સમસ્યા હતી. શ્વાન આંધળો હોવાથી ચાલી ન હતો શકતો આ માટે તેમણે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવ્યું અને દિલ્લીના એક પશુ ચિકિત્સિકે અમેરિકામાં હેલેન બ્રાઉનનો સંપર્ક કર્યો. જે આવા પશુઓ માટે એનજીઓ ચલાવે છે. 


શેરીને ઔપચારિક રીતે દત્તક લેવામાં આવ્યો
શેરીને દિલ્લી લાવવામાં આવ્યો અને તેનો આગળનો ઇલાજ શરૂ થયો. ત્યારબાદ આખરે તેમને પેન્સલવેનિયા મોકલી દેવામાં આવ્યો. શેરીને ઔપચારિક રીતે દત્તક લેવામાં આવ્યો અને તેમને શેરીને સોમવારથી એક નવી જીવન આપવાનું શરૂ કરી દીધું છે.