લખનઉઃ ઉત્તરપ્રદેશમાં વધુ એક એન્કાઉન્ટરના સમાચાર છે, ગેન્ગસ્ટર અનિલ દુજાના યુપી એસટીએફની સાથે અથડામણમાં ઠાર મરાયો છે. થોડાક દિવસો પહેલા યુપીના ટૉપ 65 માફિયાઓનું લિસ્ટ યુપી સરકારની ઓફિસમાંથી બહાર પાડવામાં આવ્યુ હતુ. આમાં ગ્રેટર નોઇડાના અનિલ દુજાનાનુ નામ પણ સામેલ હતુ. કુખ્યાત ગેન્ગસ્ટર અનિલ દુજાના છેલ્લા કેટલાય સમયથી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો, પરંતુ થોડા સમય પહેલા તે જામીન પર બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા જ અનિલ દુજાનાએ જયચંદ પ્રધાન હત્યા કેસમાં તેની પત્ની અને સાક્ષી સંગીતાને ધમકી આપી હતી. આ પછી ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી અને ગયા અઠવાડિયામાં અનિલ દુજાના સામે 2 કેસ દાખલ કર્યા હતા. નોઈડા પોલીસની સ્પેશ્યલ ટીમ અને STFની ટીમ દુજાનાને પકડવા કામે લાગી હતી. માહિતી છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 7 ટીમો 20 થી વધુ જગ્યાઓ પર સતત રેડ કરી રહી હતી. 


આ પહેલા ગેન્ગસ્ટર અતીક અહેમદના દીકરાનું પણ યુપી એસટીએફે એન્કાઉન્ટર કરીને ઠાર માર્યો હતો. આ પછી એતીક અહેમદ અને તેના ભાઇ અશરફ અહેમદની જાહેર રસ્તા પર હત્યા કરાઇ હતી.